અઠવાડિયામાં ૯૨.૦૫ કરોડના કલેક્શન બાદ જલદી સેન્ચુરી મારશે ‘ભૂલભુલૈયા 2’

28 May, 2022 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે ‘ભૂલભુલૈયા 2’માં કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબુ અને રાજપાલ યાદવ લીડ રોલમાં છે. લોકોને કાર્તિકનો અંદાજ ખૂબ પસંદ પડી રહ્યો છે.

ભૂલ ભૂલૈયા 2

૬ દિવસમાં ૯૨.૦૫ કરોડનું કલેક્શન કરનાર ‘ભૂલભુલૈયા 2’ ટૂંક સમયમાં ૧૦૦ કરોડની ક્લબમાં પહોંચી જશે. અનીસ બઝ્મી ડિરેક્ટેડ ‘ભૂલભુલૈયા 2’ ૨૦ મેએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી ‘ભૂલભુલૈયા’ની સીક્વલ છે. એમાં અક્ષયકુમાર અને વિદ્યા બાલન લીડ રોલમાં હતાં. હવે ‘ભૂલભુલૈયા 2’માં કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબુ અને રાજપાલ યાદવ લીડ રોલમાં છે. લોકોને કાર્તિકનો અંદાજ ખૂબ પસંદ પડી રહ્યો છે. આ હૉરર-કૉમેડીએ પહેલા દિવસે શુક્રવારે ૧૪.૧૧, શનિવારે ૧૮.૩૪, રવિવારે ૨૩.૫૧, સોમવારે ૧૦.૭૫, મંગળવારે ૯.૫૬, બુધવારે ૮.૫૧ અને ગુરુવારે ૭.૨૭ના કલેક્શનની સાથે કુલ મળીને ૬ દિવસમાં  ૯૨.૦૫ કરોડનો વકરો કરી લીધો છે. 

bollywood news bollywood bollywood gossips entertainment news bhool bhulaiyaa kartik aaryan