કિયારા અડવાણી પહેલા આ એક્ટ્રેસ બંધાશે લગ્નનાં બંધનમાં, 4 તારીખે ફરશે ફેરા

03 February, 2023 09:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શાહરુખ ખાનની ફિલ્મ (Shah Rukh Khan Movie) `ચક દે ઈન્ડિયા`ની અભિનેત્રી ચિત્રાશી રાવતે (Chitrashi Rawat) પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં બૉયફ્રેન્ડ અને એક્ટર ધ્રુવાદિત્ય ભગવાનાની (Dhruvaditya Bhagwanani) સાથે લગ્નના પ્લાન્સ વિશે ખુલાસો કર્યો છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા

Chitrashi Rawat and Dhruvaditya Bhagwanani Wedding: બૉલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani Marriage) અને સિદ્ધાર્થ મલ્હોત્રાનાં (Sidharth Malhotra Marriage) લગ્નનાં સમાચાર વચ્ચે શાહરુખ ખાનની ફિલ્મ (Shah Rukh Khan Movie) `ચક દે ઈન્ડિયા`ની અભિનેત્રી ચિત્રાશી રાવતે (Chitrashi Rawat) પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં બૉયફ્રેન્ડ અને એક્ટર ધ્રુવાદિત્ય ભગવાનાની (Dhruvaditya Bhagwanani) સાથે લગ્નના પ્લાન્સ વિશે ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે માત્ર લગ્ન જ નહીં પણ પોતાના હનીમૂન પ્લાન્સ પણ કહ્યા છે.

પ્રાઈવેટ વેડિંગ કરશે ચિત્રાશી!
`ચક દે ઈન્ડિયા` ફિલ્મમાં `કોમલ ચૌટાલા`નું પાત્ર ભજવનાર ચિત્રાશી (Chitrashi Rawat and Dhruvaditya Bhagwanani Marriage) 4 ફેબ્રુઆરીના એક્ટર ધ્રુવાદિત્ય સાથે લગ્ન બંધનમાં બંધાવા જઈ રહી છે. ઈ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં ચિત્રાશીએ (Chitrashi Rawat Boyfriend) પોતાના સંબંધો કન્મફર્મ કરતા જણાવ્યું કે `તેમના બૉયફ્રેન્ડ રાયપુર, છત્તીસગઢના રહેવાસી છે અને તેમના લગ્ન બિલાસપુરમાં થવા જઈ રહ્યા છે.` સાથે જ એક્ટ્રેસે જણાવ્યું કે લગ્ન 4 ફેબ્રુઆરીના થશે અને તે પહેલા હલ્દી, મહેંદી અને કૉકટેલ જેવા ફંક્શન પણ થશે.

આ પણ વાંચો : આ દિવસે થશે કિયારા અને સિદ્ધાર્થના લગ્ન, ગેસ્ટ લિસ્ટ તૈયાર, આ છે વેન્યૂ

એક્ટ્રેસે કેન્સલ કર્યું હનીમૂન!
ચિત્રાશીએ (Chitrashi Rawat Wedding Date) લગ્ન અને હનીમૂન વિશે વાત કરતાં જણાવ્યું કે, "પહેલા તે બૉયફ્રેન્ડ સાથે કૉર્ટ મેરેજ કરીને પૈસા બચાવીને ટ્રાવેલ કરવા માગતી હતી પણ પરિવારોની મરજીને કારણે હવે તે વિધિસર રિતી-રિવાજો સાથે લગ્ન કરશે." એક્ટ્રેસે સાથે જ જણાવ્યું કે, "પહેલા તેમણે ડિસેમ્બરની આસપાસની તારીખ વિચારી હતી પણ તે શક્ય થઈ શક્યું નહીં." સાથે જ ચિત્રાશીએ જણાવ્યું કે, "અમે પહેલા લગ્ન કરી લઈએ હનીમૂન વિશે વિચારવાનો સમય નથી. તે પછી જોયું જાશે."

bollywood news bollywood bollywood gossips entertainment news bollywood events chak de! india Shah Rukh Khan kiara advani sidharth malhotra