શાહરુખને ગ્રેટ ઍક્ટર કહ્યો ઑથર પાઓલો કોએલ્હોએ

04 February, 2023 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેમસ ઑથર પાઓલો કોએલ્હોએ શાહરુખ ખાનને ગ્રેટ ઍક્ટર કહ્યો છે.

શાહરુખ ખાન

ફેમસ ઑથર પાઓલો કોએલ્હોએ શાહરુખ ખાનને ગ્રેટ ઍક્ટર કહ્યો છે. સાથે જ તેમણે શાહરુખની ફિલ્મ જોવાની પણ સલાહ આપી છે. પાઓલો કોએલ્હોએ ‘ધ અલ્કેમિસ્ટ’, ‘ધ પિલ્ગ્રિમેજ’, ‘ધ ફિફ્થ માઉન્ટન’ અને ‘વૉરિયર ઑફ ધ લાઇટ - અ મૅન્યુઅલ’ જેવી અનેક બુક્સ લખી હતી. શાહરુખની ‘પઠાન’ દેશવિદેશમાં ધૂમ મચાવી રહી છે. એવામાં શાહરુખની પ્રશંસા કરતાં ટ્વિટર પર પાઓલો કોએલ્હોએ ટ્વીટ કર્યું કે ‘કિંગ, લેજન્ડ, ફ્રેન્ડ અને આ બધાથી અગત્યનું એ કે તે ગ્રેટ ઍક્ટર છે (જે લોકો વેસ્ટમાં તેને નથી જાણતા તેમને ‘માય નેમ ઇઝ ખાન-ઍન્ડ 
આઇ ઍમ નૉટ અ ટેરરિસ્ટ’ જોવાની સલાહ આપું છું).’ તેમના આ ટ્વીટ પર રિપ્લાય આપતાં શાહરુખે પણ ટ્વીટ કર્યું કે ‘તમે હંમેશાં અતિશય ઉદાર રહો છો. આપણે વહેલાસર મળીએ. બ્લેસ યુ.’

ગુરુવાર સુધીમાં 351 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો ‘પઠાન’એ.

bollywood news entertainment news Shah Rukh Khan pathaan