વામિકાનો બર્થ-ડે સેલિબ્રેટ કરતી અનુષ્કા શર્મા

13 January, 2022 07:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘અમારી દીકરી એક વર્ષની થઈ ગઈ છે. આ સાંજ જોશભર્યા લોકો સાથે અતિશય સ્પેશ્યલ બની ગઈ હતી. મને ચિંતા એ વાતની હતી કે તેનો બર્થ-ડે બબલમાં મનાવવો પડશે. થૅન્ક યુ ગાય્ઝ (તમે જાણો છો અમારા માટે તમે કોણ છો).’

વામિકાનો બર્થ-ડે સેલિબ્રેટ કરતી અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માની દીકરી વામિકા એક વર્ષની થઈ ગઈ છે. તેનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા માટે અનુષ્કા, વિરાટ કોહલી અને વામિકા સાઉથ આફ્રિકા ગયાં છે. અનુષ્કા અને વામિકાએ વાઇટ ડ્રેસ પહેર્યા છે. ઇન્સ્ટાસ્ટોરી પર એનો ફોટો અનુષ્કાએ શૅર કર્યો છે. ફોટોમાં અનુષ્કાએ દીકરીને ઊંચકી રાખી છે અને એના પર લખ્યું છે માય બેબી ગર્લ. વિરાટ સાથેનો ફોટો પણ તેણે શૅર કર્યો છે જેમાં બન્નેના હાથમાં ગ્લાસ છે. એ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી, ‘અમારી દીકરી એક વર્ષની થઈ ગઈ છે. આ સાંજ જોશભર્યા લોકો સાથે અતિશય સ્પેશ્યલ બની ગઈ હતી. મને ચિંતા એ વાતની હતી કે તેનો બર્થ-ડે બબલમાં મનાવવો પડશે. થૅન્ક યુ ગાય્ઝ (તમે જાણો છો અમારા માટે તમે કોણ છો).’

bollywood news bollywood bollywood gossips entertainment news anushka sharma virat kohli