27 July, 2026 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટાઇગર શ્રોફ અને વિદ્યુત જામવાલ,
ટાઇગર શ્રોફે હાલમાં બિગ બજેટ ઍક્શન ફિલ્મ સાઇન કરી હોવાના રિપોર્ટ છે. આ ફિલ્મમાં તેની સાથે વિદ્યુત જામવાલ જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ ટી-સિરીઝ કરશે, જ્યારે એનું ડિરેક્શન અનુભવ સિન્હા કરશે. ટાઇગર અને વિદ્યુત બન્ને ઍક્શન હીરો તરીકે જાણીતા છે એટલે ફિલ્મમાં બન્ને કલાકારોના જોખમી સ્ટન્ટ્સ અને માર્શલ આર્ટ્સની કુશળતા જોવા મળશે.
હાલ આ ફિલ્મ પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે. મેકર્સ હાલમાં એના સ્ક્રીનપ્લે અને ઍક્શન ડિઝાઇન પર કામ કરી રહ્યા છે. ફિલ્મને ભવ્ય સ્કેલ પર બનાવવાની યોજના છે અને એની ઍક્શન સીક્વન્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટાઇગર શ્રોફ અને વિદ્યુત જામવાલની અભિનયશૈલી તેમજ ઍક્શન કરવાની રીત એકબીજાથી અલગ હોવાથી બન્નેને એકસાથે જોવાનો અનુભવ રસપ્રદ સાબિત થશે. મેકર્સ આ વર્ષના અંતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.