કોરોના સામે લડવા માટે ‘પ્રોજેક્ટ હીલ ઇન્ડિયા’ની શરૂઆત કરી અનુપમ ખેરે

11 May, 2021 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે અમેરિકાના ગ્લોબલ કૅન્સર ફાઉન્ડેશનના ડૉક્ટર આશુતોષ તિવારી અને ભારત ફોર્જ, ઇન્ડિયાના બાબા કલ્યાણી સાથે મળીને લોકોને મદદ કરવાની પહેલ કરી છે

અનુપમ ખેર

અનુપમ ખેરે તેમના ફાઉન્ડેશન દ્વારા ‘પ્રોજેક્ટ હીલ ઇન્ડિયા’ની શરૂઆત કરી છે. તેમણે અમેરિકાના ગ્લોબલ કૅન્સર ફાઉન્ડેશનના ડૉક્ટર આશુતોષ તિવારી અને ભારત ફોર્જ, ઇન્ડિયાના બાબા કલ્યાણી સાથે મળીને લોકોને મદદ કરવાની પહેલ કરી છે. આ માટે અમેરિકાથી તેમનું પહેલું કન્સાઇનમેન્ટ આવી ગયું છે. વેન્ટિલેટર, ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ અને અન્ય ડિવાઇસ આવી ગયાં છે. આ ફાઉન્ડેશન દ્વારા તેઓ પૈસા, મેડિસિન અને અન્ય વસ્તુઓ પણ ભેગી કરી રહ્યા છે. આ વિશે અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘અનુપમ ખેર ફાઉન્ડેશનની સ્ટોરેજ ફૅસિલિટીમાં આ વસ્તુઓ આવી ગઈ છે. તમારા શહેર સુધી આવશે એટલે તમને જણાવવામાં આવશે.’

entertainment news bollywood bollywood news coronavirus covid19 anupam kher