ફેસએપ ચેલેન્જ પર બની રહેલા પોતાના મીમ્સ પર અનિલ કપૂરે આપ્યો જવાબ

28 July, 2019 06:31 PM IST  | 

ફેસએપ ચેલેન્જ પર બની રહેલા પોતાના મીમ્સ પર અનિલ કપૂરે આપ્યો જવાબ

ફેસએપ ચેલેન્જ હાલ લોકોના માથે ચઢી રહી છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સની ફેસએપ દ્વારા બદલાયેલી તસવીરો અને તેમનો ઘરડો લૂક વાયરલ થઈ રહ્યો છે પરંતુ આ બધામાં અનિલ કપૂરનું નામ આ સેલેબ્સમાં સૌથી વધારે વાયરલ થઈ રહ્યું છે અને યૂઝર્સ મીમ્સ બનાવી રહ્યાં છે. અનિલ કપૂરના મીમ્સ ઘણા ફેમસ થઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર અર્જુન કપૂર ફેસએપની તસવીરો સાથે અનિલ કપૂરની ઓરિજિનલ તસવીરને શૅર કરતા તેમણે લખ્યું હતું કે, 62 વર્ષની ઉંમરમાં પણ અનિલ કપૂર પર ફેસએપ ચેલેન્જ કામ કરી રહી નથી.

અનિલ કપૂર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મીમ્સની લોકો મજા લઈ રહ્યાં છે. અનિલ કપૂરનું કહેવું છે કે, ખુશી થાય છે કે, જ્યારે ખબર પડે કે આ ઉંમરે પણ લોકોને તમે મનોરંજન કરાવી શકો છો. ઉલ્લેખનીય છે કે, સોશીયલ મીડિયા પર સલમાન ખાન, શાહરૂખ ખાન, હ્રિતિક રોશન સહિત ઘણા બોલીવુડ સ્ટાર્સે પોતાના ચહેરા ફેસએપ પર બદલીને ફોટો પોસ્ટ કરી હતી.

આ પણ વાંચો: અર્જુન રામપાલે જૂનિયર રામપાલને આપ્યું આ નામ

અનિલ કપૂર હાલ 60ને પાર પહોંચી ગયા છે તેમ છતા તે હજુ પણ ફીટ છે. અનિલ કપૂરની પોપ્યુલારિટી યંગસ્ટર્સમાં અત્યાર પણ એટલી જ છે. ફિલ્મોની વાત કરીએ તો તે તખ્ત, મલંગ અને પાગલપંતી જેવી ફિલ્મોમાં કામ કરતા જોવા મળશે. અનિલ કપૂર આજે પણ એટલા ફીટ જોવા મળે છે જાણે તેમની ઉંમર અત્યારે પણ 40ની આસપાસ હોય. અનિલ કપૂરની ફિટનેસ સામે ફેસએપ પણ ફિક્કી પડેલી જોવા મળી રહી છે.

anil kapoor gujarati mid-day