અર્જુન રામપાલે જૂનિયર રામપાલને આપ્યું આ નામ
બોલીવુડ એક્ટર અર્જુન રામપાલ હાલમાં જ ત્રીજી વાર પિતા બન્યાં છે. જૂનિયર અર્જુન રામપાલના આવવાથી અર્જુન રામપાલ ખુશ જોવા મળી રહ્યાં છે. અર્જુન રામપાલે તેના પુત્રના નામની જાહેરાત કરી હતી. 18 જુલાઈએ મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ ગેબ્રિઆલાએ તેમના પુત્રને જન્મ આપ્યો હતો. આ પહેલા અર્જુન રામપાલે તેમના પુત્રની નાની આંગળીઓ પોતાના પિતાની આંગળીઓ પકડીને રાખતો ફોટો અપલોડ કર્યો હતો. આ ફોટોમાં અર્જુન રામપાલના પુત્રની એક ઝલક જોવા મળી હતી.
આ ફોટો સાથે અર્જુન પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ખુશી જાહેર કરતા એક ભાવૂક મેસેજ પોસ્ટ કર્યો હતો. અર્જુન રામપાલે લખ્યું હતું કે, આ કિંમતી પુત્ર આંસૂ, પ્રેમ, આભાર અને રોશનીથી બની છે. અમારા જીવનમાં એક ઈન્દ્રધનુષની જેમ આવ્યો છે. અમે નસીબદાર અનુભવ કરી રહ્યા છીએ. જૂનિયર રામપાલનું અમારા જીવનમાં સ્વાગત છે. આ પ્રેમ અને મનોકામનાઓ માટે તમારા સૌ નો આભાર છે. બેબી એરિકને હેલો કહો #aricrampal. અર્જુન રામપાલે તેના પુત્રનું નામ એરિક છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: રોમેન્ટીક અંદાજમાં જોવા મળ્યો પ્રિયંકા ચોપરા અને નિક જોનસ
ઉલ્લેખનીય છે કે, અર્જુન રામપાલે 1998માં મેહર જેસિઆ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ બન્ને એકબીજાથી અલગ થઈ ગયા હતાં. મેહર જેસિયા અને અર્જુન કપૂરને 2 બાળકો છે માહિકા અને માયરા. ફરી એકવાર પિતા બન્યા પછી અર્જુન કપૂર ખુશ જોવા મળી રહ્યો છે. અર્જુન પુત્રના જન્મ દિવસ પછી હોસ્પિટલની બહાર સ્પોટ થયા હતા. અર્જુન કપૂર ફિલ્મ નાસ્તિકમાં જોવા મળશે.