04 September, 2026 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડે
અનન્યા પાંડેએ બીજી સપ્ટેમ્બરે યોજાયેલી એક ઇવેન્ટમાં ડિઝાઇનર રાહુલ મિશ્રાનું બ્રૉન્ઝ ગાઉન પહેરીને પોતાની સ્ટાઇલનો અલગ જ અંદાજ રજૂ કર્યો. આ લુકને તેણે અત્યંત વૈભવી સ્વિસ બ્રૅન્ડ પીઅઝેની ઘડિયાળ અને સ્ટેટમેન્ટ સૅન્ડલ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો. અનન્યાએ પોતાના સ્ટાઇલિંગને ખૂબ જ મિનિમલ રાખ્યું અને આખું ધ્યાન ગાઉન પર જ રહે તે રીતે લુક તૈયાર કર્યો હતો. આ આઉટફિટ સાથે અનન્યાએ પહેરેલી પીઅઝે બ્રૅન્ડની ઘડિયાળની કિંમત અંદાજે ૧૬ કરોડ રૂપિયા છે. આ ઘડિયાળ ૧૮ કૅરૅટ રોઝ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવી છે અને એનો વૉર્મ ઑરેન્જ અને રોઝ ગોલ્ડ ટોન ગાઉન સાથે ખૂબ જ સુંદર રીતે મેળ ખાતો હતો.