27 August, 2026 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડે અને વૉકર બ્લૅન્કો
અનન્યા પાંડે અને ભૂતપૂર્વ અમેરિકન મૉડલ વૉકર બ્લૅન્કોની રિલેશનશિપનો બે વર્ષમાં અંત આવી ગયો હોવાના રિપોર્ટ છે. આ બન્નેના સંબંધની ચર્ચા સૌથી પહેલાં ૨૦૨૪માં શરૂ થઈ હતી. આ સમયે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નસમારંભમાં અનન્યા અને વૉકર બ્લૅન્કો વચ્ચે નિકટતા જોવા મળી હતી. આ પછી બન્ને વચ્ચે રોમૅન્સ ચાલી રહ્યો હોવાના સમાચાર આવ્યા હતા. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. મળતી માહિતી પ્રમાણે આ રિલેશનશિપનો અંત કરવાનો નિર્ણય ગયા અઠવાડિયે અનન્યાએ લીધો હતો. જોકે આ નિર્ણય પરસ્પર સહમતીથી લેવાયો હતો અને બન્ને વચ્ચે કોઈ પ્રકારની કડવાશ નથી. અનન્યા અને વૉકર બ્લૅન્કો હવે પોતાના જીવનમાં અલગ-અલગ આગળ વધી રહ્યાં હોવાનું કહેવાય છે. જોકે અત્યાર સુધી બન્નેમાંથી કોઈએ પણ આ બ્રેકઅપ વિશે સત્તાવાર નિવેદન આપ્યું નથી.
વૉકર બ્લૅન્કો પહેલાં અનન્યા ઍક્ટર આદિત્ય રૉય કપૂર સાથે રિલેશનશિપમાં હતી. આ બન્નેએ ૨૦૨૨માં ડેટિંગ શરૂ કર્યું હતું અને લગભગ બે વર્ષ બાદ ૨૦૨૪માં અલગ થઈ ગયા હતા. જોકે તેમણે પોતાનો સંબંધ ખાનગી રાખ્યો હતો અને જાહેરમાં ક્યારેય આ વાતનો સ્વીકાર કર્યો નહોતો.