લખનઉમાં ગુલાબો સિતાબોનું શૂટિંગ શરૂ કર્યું બિગ બીએ

19 June, 2019 10:35 AM IST  | 

લખનઉમાં ગુલાબો સિતાબોનું શૂટિંગ શરૂ કર્યું બિગ બીએ

શરૂ કર્યુ ‘ગુલાબો સિતાબો’નું શૂટિંગ

અમિતાભ બચ્ચને લખનઉમાં તેમની આગામી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. શૂજિત સરકાર દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના પણ કામ કરી રહ્યો છે. ફિલ્મને ૨૦૨૦ની ૨૪ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. આ વિશે અમિતાભ બચ્ચને ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે ‘એક ફિલ્મ પૂરી થઈ અને નવીની શરૂઆત થઈ. ટ્રાવેલ શરૂ થયું, લોકેશન બદલાઈ ગયું, ટીમ બદલાઈ ગઈ, સાથી ઍક્ટર બદલાઈ ગયા, શહેર બદલાઈ ગયું અને સ્ટોરી પણ બદલાઈ ગઈ. આજે ‘ગુલાબો સિતાબો’ માટે લખનઉમાં છું. લુક વિશે હું શું કહી શકું?’

આ પણ વાંચો: પ્રિયંકા ચોપરાએ પહેર્યો RSSનો ખાખી ચડ્ડો, સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ

bollywood gossips amitabh bachchan gujarati mid-day