મિત્રતાનું ઉદાહરણ દેખાડશે અમિતાભ બચ્ચનની ‘ઊંચાઈ’

20 September, 2022 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ ૧૧ નવેમ્બરે રિલીઝ થવાની છે

અમિતાભ બચ્ચનની ‘ઊંચાઈ’

અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બમન ઈરાનીની આગામી ફિલ્મ ‘ઊંચાઈ’નું વધુ એક પોસ્ટર શૅર કરવામાં આવ્યું છે. એ ફોટોમાં દેખાય છે કે આ ત્રણેય હિમાલયના પહાડ પર બ્રેક લેતા બેઠા છે. તેમની ગાઢ દોસ્તી આ પોસ્ટરમાં દેખાઈ રહી છે. આ ફિલ્મને સૂરજ બડજાત્યાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મ ૧૧ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે નીના ગુપ્તા, સારિકા અને ડૅની ડેન્ઝોન્ગ્પા પણ દેખાશે. આ ફિ​લ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી, ‘અમારી ફિલ્મ ‘ઊંચાઈ’નું બીજું પોસ્ટર શૅર કરીને ગર્વ થઈ રહ્યો છે. મને અને મારા ફ્રેન્ડ્સ અનુપમ ખેર અને બમન ઈરાનીને ફ્રેન્ડશિપ, ઍડ્વેન્ચર અને લાઇફને સેલિબ્રેટ કરતા જુઓ. સૂરજ બડજાત્યા અને મહાવીર જૈનની ‘ઊંચાઈ’ ૧૧ નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. તારીખ નોંધી રાખજો.’

entertainment news bollywood bollywood news amitabh bachchan upcoming movie