વર્ક મોડ ઑન

15 June, 2021 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તાએ તેમની ‘ગુડબાય’નું શૂટિંગ શરૂ કરી દીધું છે

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તાએ તેમની ‘ગુડબાય’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્રમાં લૉકડાઉનના નિયમોમાં હળવાશ અપાતાં શૂટિંગ હવે ધીમે-ધીમે શરૂ કરવામાં આવી રહ્યાં છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના પણ લીડ રોલમાં દેખાશે. રાજ્ય સરકારે સાંજના પાંચ વાગ્યા સુધી જ શૂટિંગની પરવાનગી આપી છે. સાથે જ સલામતીના નિયમોનું ચોકસાઈથી પાલન કરવાનો પણ આદેશ આપ્યો છે. અમિતાભ બચ્ચને થોડા સમય પહેલાં જ માહિતી આપી હતી કે આ ફિલ્મના તમામ ક્રૂ મેમ્બર્સે વૅક્સિન લઈ લીધી છે. અમિતાભ બચ્ચન સવારના જ શૂટિંગ માટે નીકળી ગયા હતા. તેમણે પોતાનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેઓ કારમાં બેઠા છે અને માસ્ક પહેર્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી કે ‘સવારના ૭ વાગ્યે કામ માટે જઈ રહ્યો છું. લૉકડાઉન 2.0 બાદ શૂટિંગનો પહેલો દિવસ છે. પેન્ગોલિન માસ્કની સાથે આ જ મારી અભિવ્યક્તિ છે. દરરોજ દરેક બાબત સારી, વધુ સારી બનતી જશે.’

entertainment news bollywood bollywood news bollywood gossips upcoming movie amitabh bachchan