જયા બચ્ચન સાથે લગ્ન કર્યા વગર જ લંડન જવું હતું અમિતાભ બચ્ચનને

03 June, 2019 04:49 PM IST  | 

જયા બચ્ચન સાથે લગ્ન કર્યા વગર જ લંડન જવું હતું અમિતાભ બચ્ચનને

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પોતાના લગ્નની 46મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. અમિતાભ બચ્ચને 3 જૂન 1973માં પત્ની જયા બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. અમિતાભ બચ્ચને તેના લગ્ન વિશે ખુલાસો કરતાં પોતાના એક બ્લૉગમાં લખ્યું છે કે તેમની ફિલ્મ જંજીરને સફળતા મળ્યા બાદ તેની ઉજવણી માટે જયા બચ્ચન સાથે લંડન ફરવા જવું હતું.

ખાસ વાત એ છે કે ત્યારે બન્નેના લગ્ન થયા નહોતા, અને આ બાબતની જાણ તેમના પિતા હરિવંશરાય બચ્ચનને થઇ ગઇ, અને તેમણે પૂછ્યું કે લંડન કોણ કોણ જઇ રહ્યું છે? ત્યારે અમિતાભે કહ્યું કે જયા પણ જઇ રહી છે. ત્યારે હરિવંશરાય બચ્ચને પૂછ્યું કે તમે બન્ને જ જાઓ છો? જવાબમાં અમિતાભે હા કહ્યું ત્યારે મહાનાયકના પિતાએ તેમને કહ્યું કે જવું હોય તો લગ્ન કરીને સાથે જવું પડશે.

લગ્નના દિવસે જ લંડન જવું હતું અમિતાભને
અમિતાભ બચ્ચને કહ્યું કે આગલા દિવસે લગ્નની બધી જ તૈયારીઓ કરવામાં આવી. બન્ને પરિવારોને આ બાબત વિશે જાણ કરવામાં આવી અને પંડિતજીને પણ કહી દેવામાં આવ્યું. આ સિવાય જે દિવસે લગ્ન હતા, તે જ દિવસે તેમને લંડનની ફ્લાઇટ પણ પકડવાની હતી. તેથી ફ્લાઇટના સમય પહેલા લગ્નવિધિ પૂરી થવી જરૂરી હતી. લગ્નના દિવસે અમિતાભે ભારતીય વસ્ત્રો પહેર્યા હતા અને એ જ વસ્ત્રોમાં ગાડીમાં બેસવા લાગ્યા. ત્યારે તેમના ડ્રાઇવર નાગેશે તેમને કારમાંથી ઉતારીને કહ્યું કે તમે પાછળ બેસો, કારણ કે તે ગાડીને જ ઘોડી સમજીને દોડાવવા લાગ્યા હતા.

આ પણ વાંચો : બોલીવુડ સેલિબ્રિટીઝની સગાઇની વીંટી છે આટલી સુંદર, કરોડોમાં છે કિંમત

લગ્ન સમયે વરસાદ પડ્યો હતો
અમિતાભે આગળ લખ્યું છે કે જ્યારે તે લગ્ન માટે જઇ રહ્યા હતા ત્યારે વરસાદ થવા લાગ્યો અને તેમના પાડોશીઓએ તેમને કહ્યું કે લગ્ન સમયે વરસાદ પડવો શુભ ગણાય છે અને તેમણે મોડું કર્યા વગર જ લગ્ન મંડપ સુધી પહોંચી જવું જોઇએ. ત્યાર બાદ લગ્ન પૂરા થયા અને બન્ને પતિ-પત્ની બની ગયા. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને લગ્ન પછી 'અભિમાન' (1973), 'ચુપકે ચુપકે' (1975) અને 'સિલસિલા' (1981), 'કભી ખુશી કભી ગમ', 'કભી અલવિદા ના કહેના' અને 'કી એન્ડ કા' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

jaya bachchan amitabh bachchan bollywood bollywood news bollywood events bollywood gossips