અમિતાભ બચ્ચનને આજે પણ છે સંગીત ન શીખી શકવાનો અફસોસ

13 September, 2026 02:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કૌન બનેગા કરોડપતિ 18’માં અમિતાભ બચ્ચને સંગીત શીખવાની પોતાની અધૂરી ઇચ્છા વિશે વાત કરી. તેમણે કહ્યું કે ઘરે વાદ્યો હોવા છતાં આજ સુધી સંગીત શીખી શક્યા નથી અને ૮૪ વર્ષની ઉંમરે આ વાતનું તેમને દુઃખ છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને ટીવીના લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ 18’માં પોતાની એક એવી ઇચ્છા વિશે જણાવ્યું હતું જે તેઓ અત્યાર સુધી પૂરી કરી શક્યા નથી. હાલમાં
ગેમ દરમ્યાન એક સ્પર્ધકે બિગ બીને સવાલ કર્યો કે શું તેઓ પોતાના ભૂતકાળનો કોઈ દિવસ ફરીથી જીવવા માગશે કે પછી એવો દિવસ અનુભવવા માગશે જે તેમણે પહેલાં ક્યારેય જીવ્યો નથી.
આ સવાલનો જવાબ આપતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘સર, અમે સંગીત શીખ્યા નથી અને શીખવાની ખ્વાહિશ છે. જે લોકો સિતાર અથવા પેટી વગાડે છે અને ગાયક હોય છે તેઓ અમને ખૂબ ગમે છે. જ્યારે અમે સાંભળીએ છીએ ત્યારે કહીએ છીએ કે આટલું સરસ કેવી રીતે ગાઈ લીધું? આ અમે ક્યારેય શીખ્યું જ નથી. સર, ઘરે સંગીત શીખવા માટે જેટલાં વાદ્યો હોવાં જોઈએ એ બધાં રાખેલાં છે. એના પર અમે ફૂલમાળા ચડાવીએ છીએ કે એક દિવસ આવશે જ્યારે અમે કંઈક શીખીશું. હવે ૮૪ વર્ષ થઈ ગયાં છે. અમને કંઈ આવડ્યું નથી, પણ આ વાતનું અમને ખૂબ દુઃખ છે.’

amitabh bachchan kaun banega crorepati sony entertainment television entertainment news indian music bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood