થિયેટર્સ બંધ હોવાથી વીતેલા જમાનાને યાદ કરીને ભાવુક થયા અમિતાભ બચ્ચન

16 April, 2021 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમનું કહેવું છે કે સમયમાં ફિલ્મો ૫૦થી ૧૦૦ અઠવાડિયાં સુધી ચાલતી હતી

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને હાલમાં થિયેટર્સ બંધ હોવાથી પોતાના વીતેલા સમયને યાદ કર્યો છે. તેમનું કહેવું છે કે સમયમાં ફિલ્મો ૫૦થી ૧૦૦ અઠવાડિયાં સુધી ચાલતી હતી. કોરોનાના વધતા જતા કેરને જોતાં મહારાષ્ટ્રમાં લૉકડાઉનના સખત નિયમો લાગુ કરવામાં આવ્યા છે. એવામાં પોતાનો જૂનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી કે ‘૧૯૭૦ના દાયકામાં ફિલ્મો જ્યારે રિલીઝ થતી તો ૫૦થી ૧૦૦ અઠવાડિયાં સુધી થિયેટર્સમાં ચાલતી હતી. એ વર્ષે મારી ૬થી ૭ ફિલ્મો  ‘ડૉન’, ‘કસમે વાદે’, ‘ત્રિશૂલ’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘ગંગા કી સૌગંધ’ વગેરે રિલીઝ થઈ હતી. એ બધી ફિલ્મો ૫૦થી વધુ અઠવાડિયાં થિયેટર્સમાં ચાલી હતી. હવે તો લાખોની સફળતાનો માપદંડ ડિજિટલ પ્લૅટફૉર્મ નક્કી કરે છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips amitabh bachchan