વો ભી ક્યા દિન થે

18 June, 2022 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફોટો શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી કે ‘મારી ફિલ્મ ‘ડૉન’નું ઍડ્વાન્સ બુકિંગ. એ સમયે લોકો કહેતા હતા કે ટિકિટ માટેની લાઇન કિલોમીટર જેટલી દૂર હતી. ૧૯૭૮માં રિલીઝ થઈ હતી.

વો ભી ક્યા દિન થે

અમિતાભ બચ્ચને હાલમાં જ એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોને શૅર કરીને તેમણે જૂના દિવસોને યાદ કર્યા છે જેમાં તેમણે એક જ વર્ષમાં પાંચ બ્લૉકબસ્ટર ફિલ્મો આપી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે જેમાં લોકો થિયેટર્સની બહાર ઊભા રહીને ટિકિટ લેવા માટે લાઇન લગાવેલા જોવા મળી રહ્યા છે. તેમની આ ફિલ્મ ૧૯૭૮માં આવેલી ‘ડૉન’ હતી જેને ચંદ્રા બારોટે ડિરેક્ટ કરી હતી. આ ફોટો શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી કે ‘મારી ફિલ્મ ‘ડૉન’નું ઍડ્વાન્સ બુકિંગ. એ સમયે લોકો કહેતા હતા કે ટિકિટ માટેની લાઇન કિલોમીટર જેટલી દૂર હતી. ૧૯૭૮માં રિલીઝ થઈ હતી. ૪૪ વર્ષ થયાં છે. એ જ વર્ષે ‘ડૉન’, ‘કસ્મે વાદે’, ‘ત્રિશૂલ’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘ગંગા કી સૌગંધ’ રિલીઝ થઈ હતી. એક જ વર્ષમાં પાંચ બ્લૉકબસ્ટર આવી હતી. કેટલીક ફિલ્મો પચાસ અઠવાડિયાં કરતાં પણ વધુ ચાલી હતી. ક્યા દિન થે વો ભી.’

bollywood news bollywood bollywood gossips entertainment news amitabh bachchan