એક પછી એક બધા છોડીને જતા રહ્યા : અમિતાભ બચ્ચન

14 November, 2022 03:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાકેશ શર્મા ડિરેક્ટરની સાથે-સાથે સ્ક્રીનરાઇટર અને પ્રોડ્યુસર પણ હતા

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનની ‘મિસ્ટર નટવરલાલ’ના ડિરેક્ટર રાકેશ શર્માનું અવસાન થતાં તેમણે શોક વ્યક્ત કર્યો છે. તેઓ ૮૧ વર્ષના હતા અને કૅન્સરથી પીડાતા હતા. રાકેશ શર્મા ડિરેક્ટરની સાથે-સાથે સ્ક્રીનરાઇટર અને પ્રોડ્યુસર પણ હતા. ગઈ કાલે અંધેરીમાં તેમના ઘરે પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. તેમના માટે ભાવુક પોસ્ટ શૅર કરતાં અમિતાભ બચ્ચને બ્લૉગ પર લખ્યું કે ‘પ્રકાશ મેહરાની ‘ઝંજીર’માં રાકેશ શર્મા પહેલાં અસિસ્ટન્ટ ડિરેક્ટર છે. બાદમાં તેઓ પ્રકાશ મહેરાની ​ફિલ્મોમાં સ્વતંત્ર ડિરેક્ટર બન્યા હતા. તેમણે ‘હેરાફેરી’, ‘ખૂન પસીના’, ‘મિસ્ટર નટવરલાલ’ અને ‘યારાના’ જેવી અનેક ફિલ્મો બનાવી હતી. સેટ પર અમારી વચ્ચે ખૂબ સારા સંબંધો રહેતા હતા. એક પછી એક બધા ચાલ્યા ગયા છે. જોકે રાકેશ જેવા લોકો જે છાપ છોડી જાય છે એને દૂર કરવી મુશ્કેલ છે. સ્ક્રીનપ્લે અને ડિરેક્શનમાં, રાઇટિંગ અને એક્ઝિક્યુશનમાં ગજબની સેન્સ હતી. ફિલ્મોનાં શૂટિંગ દરમ્યાન ખૂબ મજા પડતી હતી. તેમની સાથે કામ કરવું ખૂબ સરળ હતું, કેમ કે તેઓ શૂટિંગ દરમ્યાન અધવચ્ચે રજા આપી દેતા હતા જેથી અમે આરામ કરી શકીએ અને મન મૂકીને હસી શકીએ અને આનંદ કરી શકીએ. તેઓ ખૂબ જ ઉદાર દિલના હતા. રાકેશ, તારી યાદ હંમેશાં સતાવતી રહેશે.’

entertainment news bollywood news bollywood gossips bollywood amitabh bachchan