૮૨ વર્ષે અમિતાભ બચ્ચન શીખી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ

05 August, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક વિડિયો શૅર કર્યો, જેમાં તેઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કેવી રીતે કરવો એ ભૂલી ગયા હોવાનું જણાવે છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેઓ મોડી રાત સુધી ટ્વીટ કરે છે, બ્લૉગ લખે છે અને વિડિયો પણ શૅર કરે છે. હવે તેઓ ઇન્સ્ટાગ્રામ ચલાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. હાલમાં તેમણે એક વિડિયો શૅર કર્યો, જેમાં તેઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કેવી રીતે કરવો એ ભૂલી ગયા હોવાનું જણાવે છે.  

અમિતાભે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો જેમાં તેઓ કહે છે, ‘હું ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ શીખી રહ્યો છું અને આશા છે કે આ કામ કરશે.’ તેમણે પોતાના બ્લૉગમાં ખુશી અને ઉત્સાહ વ્યક્ત કરતાં લખ્યું, ‘ગઈ કાલે શીખવાની વાત કરી અને આજે કંઈક નવું શીખ્યો... પણ સમસ્યા એ છે કે હું ભૂલી ગયો કે આ કેવી રીતે કામ કરે છે... ઠીક છે, કાલે ફરી પ્રયાસ કરીશું.’

amitabh bachchan social media instagram bollywood news bollywood gossips bollywood entertainment news