જાણો કેમ અમિતાભ બચ્ચને પોતાની લગ્ઝરી ગાડી છોડીને બાઈકસવાર પાસે લેવી પડી લિફ્ટ

15 May, 2023 05:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક્ટરે તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) અકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી છે. જેમાં તે બાઇક પર ટ્રાવેલ કરતા જોવા મળી રહે છે. એક્ટર પોતાના સ્યૂટમાં પોતાની લગ્ઝરી ગગાડી છોડીને એક અજાણ્યા શખ્સની બાઈક પર પાછળ બેઠેલા જોવા મળે છે.

તસવીર સૌજન્ય અમિતાભ બચ્ચન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

બૉલિવૂડના (Bollywood) મહાનાયક (Megastar) અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાના સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે મોટાભાગે પોતાના પર્સનલથી લઈને પ્રૉફેશનલ લાઈફની વાતો પોતાના ચાહકો સાથે શૅર કરતા રહે છે. એક્ટરે તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) અકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી છે. જેમાં તે બાઇક પર ટ્રાવેલ કરતા જોવા મળી રહે છે. એક્ટર પોતાના સ્યૂટમાં પોતાની લગ્ઝરી ગગાડી છોડીને એક અજાણ્યા શખ્સની બાઈક પર પાછળ બેઠેલા જોવા મળે છે.

હકિકતે, એક્ટરને મુંબઈમાં જ પોતાના અપકમિંગ પ્રૉજેક્ટના શૂટિંગ માટે સેટ પર પહોંચવાનું હતું, પણ વધારે ટ્રાફિકને કારણે અમિતાભ બચ્ચનને આ વિકલ્પની પસંદગી કરવી પડી. એક્ટરને એક અજાણ્યા શખ્સની બાઈકનો સહારો લેવો પડ્યો જેથી તે શૂટિંગ સેટ પર સમયસર પહોંચી શકે. જણાવવાનું કે એક્ટર અમિતાભ બચ્ચન પોતાના સમયના પાક્કા છે. તે ફિલ્મોની શૂટિંગના સેટ પર સમયસર પહોંચે છે. તે ક્યારેય મોડા પડતાં નથી. એક્ટરે હંમેશાંથી અનુશાસન (શિસ્ત)નું પાલન કર્યું છે.

આ પણ વાંચો : તમે છો તો હું છું : અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને તસવીર શૅર કરીને કૅપ્શનમાં લખ્યું, "લિફ્ટ આપવા માટે આભાર દોસ્ત...તમને નથી ખબર.. પણ તમે મદદ કરી અને મને મારા કામના સ્થળે સમયસર પહોંચાડી દીધો... ઝડપથી અને વણઉકેલી શકાય તેવા ટ્રાફિક જામથી બચાવવા માટે... આભાર કૅપ્ડ, શૉર્ટ્સ અને પીળા કલરના ટી-શર્ટના માલિક." જણાવવાનું કે અભિનેતા અમિતાભ બચ્ચન આ ઊંમરે પણ પોતાના કામને લઈને ખૂબ જ ડેડિકેટેડ રહે છે. એક્ટર ટૂંક સમયમાં જ કૌન બનેગા કરોડપતિની 15મી સીઝનમાં જોવા મળશે. આ સિવાય તે ફિલ્મ `પ્રૉજેક્ટ કે` અને `બટરફ્લાય`માં પણ જોવા મળશે.

bollywood news bollywood bollywood gossips entertainment news amitabh bachchan