દીકરી શ્વેતાને પ્રતીક્ષા બંગલો ગિફ્ટ કર્યો અમિતાભ બચ્ચને

26 November, 2023 06:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમિતાભ બચ્ચને તેમનો જુહુમાં આવેલો પ્રતીક્ષા નામનો બંગલો તેમની દીકરી શ્વેતા બચ્ચન નંદાને ગિફ્ટ કર્યો છે

દીકરી શ્વેતાને પ્રતીક્ષા બંગલો ગિફ્ટ કર્યો અમિતાભ બચ્ચને

અમિતાભ બચ્ચને તેમનો જુહુમાં આવેલો પ્રતીક્ષા નામનો બંગલો તેમની દીકરી શ્વેતા બચ્ચન નંદાને ગિફ્ટ કર્યો છે. આ બંગલાની કિંમત અંદાજે ૫૦.૬૩ કરોડ રૂપિયા છે. બચ્ચન પરિવારનો આ પહેલો બંગલો હતો. ત્યાર બાદ અમિતાભ બચ્ચને જલસા અને જનક નામના બંગલો ખરીદ્યા છે. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન ડેટા પ્રમાણે ૯ નવેમ્બરે તેમણે શ્વેતાને બંગલો ગિફ્ટ કરી દીધો છે. એના માટે ૫૦.૬૫ લાખ રૂપિયા સ્ટૅમ્પ ડ્યુટી ભરવામાં આવી છે. ૨૦૦૭માં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનાં લગ્નની સેરેમની ‘પ્રતીક્ષા’ અને ‘જલસા’માં થઈ હતી. જનક બંગલોમાં અમિતાભ બચ્ચન તેમની ઑફિસનું કામકાજ કરે છે. જોકે શ્વેતાને બંગલો આપ્યો હોવાની સત્તાવાર જાહેરાત હજી નથી થઈ. 

amitabh bachchan juhu bollywood bollywood news entertainment news