અમિતાભ બચ્ચન, દીપિકા અને પ્રભાસ એક ફિલ્મમાં મળશે જોવા, હૈદરાબાદમાં શૂટિંગ શરૂ

24 July, 2021 07:47 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનન ટૂંક સમયમાં દક્ષિણ સુપરસ્ટાર પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મમાં સ્ક્રિમ શેર કરતા જોવા મળશે.

અમિતાભ બચ્ચન

બૉલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનન ટૂંક સમયમાં દક્ષિણ સુપરસ્ટાર પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મમાં સ્ક્રિમ શેર કરતા જોવા મળશે. આ ફિલ્મનુ શૂટિંગ આજથી રામોજી ફિલ્મ સિટી હૈદરાબાદમાં શરૂ થઈ ગયુ છે.  આ ફિલ્મના મુહૂર્તની પોસ્ટ અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ શેર કરી છે. 

અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે કે, પ્રોજેક્ટ ના મુહુર્ત પર શૉટ આપતા ... આ એક ખુબ જ સુંદર ક્ષણ છે, જ્યારે મુહૂર્ત પર શોટ આપનાર માણસ ભારતીય ફિલ્મ જગતમાં પોતાની કલાકારીનો જલવો `બહુબાલી` દ્વારા દેખાડ્યો હોય. આ સાથે જ બીગ બીએ અભિનેતા પ્રભાસ, દીપિકા પાદુકોણ, ફિલ્મ દિગ્દર્શક નાગ અશ્વિન અને વિજયંતી ફિલ્મને ટેગ કર્યા છે.

આ ફિલ્મનું નામ હજી સુધી સામે આવ્યું નથી. જોકે બીગ બીએ જે બોર્ડની તસવીર શેર કરી છે તેમાં  ઉપર `પ્રોજેક્ટ` લખ્યું છે. આ  ફિલ્મમાં પહેલી વાર ત્રણેય એક સાથે જોવા મળશે. જો કે, અમિતાભ બચ્ચન `પીકુ` ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે જોવા મળ્યા હતા. `પીકુ` ફિલ્મ 2015 માં બહાર પાડવામાં આવી હતી.

આ ફિલ્મને નાગ અશ્વિ ડાયરેક્ટ કરી રહ્યાં છે, જેમાં ત્રણ મહાન કલાકારો એક સાથે જોવા મળશે. જ્યારે આ ફિલ્મનું નિર્માણ વૈજયંતિ મૂવીએ કર્યુ છે. તમને જણાવી દઈએ કે નાગ અશ્વિને પ્રથમ  ફિલ્મ સાવિત્રી બનાવી હતી. આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ અભિનેત્રી સાવિત્રીની બાયોપિક હતી.

bollywood news deepika padukone amitabh bachchan prabhas hyderabad