24 June, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિતાભ બચ્ચન (ફાઈલ તસવીર)
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. તેમા ટ્વીટ ઘણીવાર ચર્ચામાં રહે છે. કારણકે ક્યારેક તેઓ બ્લૅન્ક ટ્વીટ્સને કારણે ચર્ચામાં હોય છે, તો ક્યારેક યૂઝર્સને અને ટ્રોલર્સને આપવામાં આવેલા પોતાના જવાબથી બિગ બી ચર્ચામાં છવાયેલા રહે છે. હવે ફરી એકવાર બિગબીએ એક યૂઝરને કંઈક એવો રિપ્લાય આપ્યો છે, જે વાયરલ થઈ ગયો છે. બિગ બીના રિપ્લાયની હવે વધારે ચર્ચા થઈ રહી છે.
જ્યારે પણ કોઈને ફોન કરવામાં આવે છે, તો કૉલ કનેક્ટ થતાં પહેલા સાઇબર ક્રાઈમથી બચાવને લઈને અમિતાભ બચ્ચનના અવાજમાં એક ચેતવણી મેસેજ સાંભળવા મળે છે. આ કૉલર ટ્યૂન સરકારે લોકોને જાગરૂક કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરી હતી. જો કે, હવે અનેક લોકો આ મેસેજથી કંટાળી ગયા છે અને સોશિયલ મીડિયા પર પોતાના નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
બિગ બીનો રિપ્લાય થયો વાયરલ
અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર મોડી રાતે એ ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં બિગ બીએ લખ્યું, "જી હાઁ, હુજૂર, મૈં ભી એક પ્રશંસક હૂં તો?" બિગ બીના આ ટ્વીટ પર એક યૂઝરે કોઈને કૉલ કરવા પર તેમના અવાજમાં સાંભળવા મળતી કૉલર ટ્યૂનનો ઉલ્લેખ કરતાં કોમેન્ટ કરી, "તો ફોન પર બોલના બંધ કરો ભાઈ". યૂઝરની આ કોમેન્ટ પર બિગ બીએ જે રિપ્લાય આપ્યો છે તે વાયરલ થઈ ગયો છે. બિગ બીએ યૂઝરને રિપ્લાય આપતા લખ્યું, "સરકાર કો બોલો ભાઈ, ઉન્હોંને હમસે કહા સો કિયા."
છેલ્લા કેટલાક દિવસથી અમિતાભ બચ્ચનની સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકો સતત કમેન્ટ કરી રહ્યા હતા કે તે ચેતવણી આપવાનું બંધ કરે. આ મામલે હવે અમિતાભ બચ્ચને પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ મેસેજ તેમની મરજીથી નહીં, પણ સરકારી નિર્દેશ પર રેકૉર્ડ કરવામાં આવ્યા છે.
અમિતાભ બચ્ચન આજે મસ્તીના મૂડમાં હતા, પહેલા તેમણે અભિષેક બચ્ચનના વખાણ કર્યા અને ત્યાર બાદ એક ટ્વીટ કર્યું, "જી હાં હિજૂર, મૈં ભી એક પ્રશંસક હૂં" પછી તે ટ્વીટનો રિપ્લાય કરતાં કહે છે- `હુજૂર, નૉટ હિજૂર, સૉરી ટાયપો.`
ટ્રોલરને આપ્યો જડબાતોડ જવાબ
આ પોસ્ટ પર એક યૂઝરે બિગ બીને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું, "સૉલિડ નશા કરતે હો સર" મહાનાયકે આનો રિપ્લાય આપતા લખ્યું, "એક નશા કિએ હુએ હી ઐસા લિખ સકતા હૈ, જૈસા આપને લિખા હૈ." બિગ બીના આ નેટિઝન્સને આપેલા રિપ્લાય સતત ચર્ચામાં થયેલા છે.
પલ્લવી નામની એક એક્સ યૂઝરે લખ્યું, "તો ફોન પે બોલવાનું બંધ કરો" જેના જવાબમાં અમિતાભ બચ્ચને લખ્યું, "સરકાર કો બોલો ભઈ, ઉન્હોંને હમસે કહા સો કિયા."
એક યૂઝરે લખ્યું, "સૉલિડ ગાંજા ફૂંકતે હો સર" જવાબમાં અમિતાભે કહ્યું, "ગાંજા ફૂંકે હુએ હી ઐસે લિખ સકતે હૈં, જૈસા આપને લિખા હૈ."
બિગ બીને એક યૂઝરે પૂછ્યું, "સર યે પોસ્ટ આ ખુદ કરતે હો યા કોઈ અસિસ્ટેન્ટ હૈ આપકા?" આ મામલે અમિતાભ બચ્ચને જવાબ આપતા લખ્યું, "મૈં ખુદ કરતા હૂં. હાલ સમય થયો છે, 23 જૂન 12 વાગીને 5 મિનિટ."
તો એક યૂઝરે લખ્યું, "બુડ્ઢા સઠિયા ગયા" તો જુઓ એક્ટરે શું જવાબ આપ્યો.