લાલ સિંહ ચઢ્ઢા દ્વારા આમિર સાથે હૅટટ્રિક કરશે કરીના

23 June, 2019 11:24 AM IST  | 

લાલ સિંહ ચઢ્ઢા દ્વારા આમિર સાથે હૅટટ્રિક કરશે કરીના

લાલ સિંહ ચઢ્ઢા દ્વારા આમિર સાથે હૅટટ્રિક કરશે કરીના

આમિર ખાન સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કરીના કપૂર ખાન જોવા મળવાની છે. આ તેની સાથે ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મ હૉલીવુડની ‘ફૉરેસ્ટ ગમ્પ’ પરથી પ્રેરિત છે. પૅરામાઉન્ટ પિક્ચર્સની આ ફિલ્મ વિન્સ્ટન ગ્રુમની નૉવેલ પર આધારિત હતી.

આ અમેરિકન કૉમેડી-ડ્રામા ૧૯૯૪માં રિલીઝ થઈ હતી. હવે આ હિન્દી રીમેકને ‘સીક્રેટ સુપરસ્ટાર’ના ડિરેક્ટર અદ્વૈત ચંદન ડિરેક્ટ કરશે. અતુલ કુલકર્ણીએ ફિલ્મની સ્ટોરી લખી છે. ૨૦૨૦ની ક્રિસમસ દરમ્યાન રિલીઝ થનારી આ ફિલ્મને આમિર ખાનનું પ્રોડક્શન હાઉસ અને વાયકૉમ18 પ્રોડ્યુસ કરશે. ‘થ્રી ઇડિયટ્સ’ અને ‘તલાશ’ બાદ આમિર અને કરીનાની આ ત્રીજી ફિલ્મ હશે.

આ પણ વાંચો: આ બૉલીવુડ સિંગરે સલમાન ખાનની ઉડાવી મજાક કહ્યું આવું....

 

bollywood gossips gujarati mid-day aamir khan kareena kapoor