આ બૉલીવુડ સિંગરે સલમાન ખાનની ઉડાવી મજાક કહ્યું આવું....

Updated: Jun 17, 2019, 13:25 IST | મુંબઈ

સોના મોહાપાત્રાએ એક ટ્વિટ દ્વારા એકવાર ફરીથી સલમાન ખાન પર નિશાનો સાધ્યો છે.

સોના મોહાપાત્રા અને સલમાન ખાન
સોના મોહાપાત્રા અને સલમાન ખાન

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાન ખાનનો એટિટ્યૂડ એવો છે કે કોઈપણ એમનાથી પંગો લેવા તૈયાર જ હોય છે અને એની સીધી અસર એમના ફિલ્મી કરિયર પર પડે છે. જોકે સલમાન ખાન દરિયાદિલ છે પરંતુ મજાક ઉડાવનારાઓને સરળતાથી માફ નથી કરતા. બૉલીવુડ સિંગર સોના મોહાપાત્રાએ ભાઈજાનનો મજાક ઉડાવ્યો છે. સોનાએ એક ટ્વિટ દ્વારા એકવાર ફરીથી સલમાન ખાન પર નિશાનો સાધ્યો છે.

 

સોનાએ સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નો બૉક્સ ઑફિસ રિપોર્ટ શૅર કરતા ટ્વિટ કર્યુ છે કે 'આ પેપર ટાઈગરની પૂજા કરવાની બંધ કરો. સોના પોતાના ટ્વિટમાં એક સવાલ પણ લખ્યો છે, 'તમે આ ફિલ્મી સુપસ્ટારને શું કહેશો જે એક સપ્તાહમાં સારૂ રિટર્ન આપવામાં અસફળ રહ્યાં'. ફિલ્મનું જોરદાર પ્રમોશન તો જોરદાર થયું હતું. ડિયર ઈન્ડિયા... આવા પેપર ટાઈગર્સની પૂજા બંધ કરો. ચલો કોઈ વધારે સારા કાબિલ હીરોને શોધીએ.

આ પણ વાંચો : Ind vs Pak: સલમાનથી લઇને તૈમૂર સુધીના બધાએ ભારતને આપી સલામી

જોકે આ પહેલીવાર નથી કે સોનાએ સલમાન પર નિશાનો સાધ્યો હોય આની પહેલી પણ પ્રિયંકા ચોપડાના 'ભારત' છોડવાને લઈને મજાક ઉડાવ્યો હતો. પ્રિયંકાએ સારૂં કર્યું... પ્રિયંકા જે ઈચ્છ હતી એવું જ કર્યું અને કેટરિનાને આ ફિલ્મ મળી જે તે ડિઝર્વ કરતી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK