અમીષા પટેલ ૫૧ વર્ષની ઉંમરે પણ સિંગલ કેમ છે?

24 August, 2026 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કારણ જણાવતાં કહ્યું કે એક વ્યક્તિ માટે આખી જિંદગી બદલવાનું જોખમ ન લઈ શકું

અમીષા પટેલ

બૉલીવુડમાં અનેક એવા સ્ટાર્સ છે જેમણે લગ્ન નથી કર્યાં. એમાં સલમાન ખાન, અમીષા પટેલ, સુસ્મિતા સેન અને તબુ જેવાં નામ સામેલ છે. ૫૧ વર્ષમાં અમીષાએ હાલમાં સોશ્યલ મીડિયામાં ‘આસ્ક મી ઍનીથિંગ’ સેશન કર્યું હતું. આ સેશનમાં એક ફૅને તેને પૂછ્યું કે તમે લગ્ન ક્યારે કરી રહ્યાં છો? અમીષાએ મજેદાર અંદાજમાં જવાબ આપતાં કહ્યું કે તે ક્યારેય લગ્ન નહીં કરે અને સિંગલ રહીને ખૂબ ખુશ છે. પોતાની આ લાગણી વ્યક્ત કરતાં અમીષાએ કહ્યું હતું કે ‘મારા લગભગ ૧૦૦ પરિવારજનો અને મિત્રો છે જેઓ મને પ્રેમ કરે છે. આવી સ્થિતિમાં હું કોઈ એક વ્યક્તિ માટે પોતાની આખી જિંદગી બદલવાનું જોખમ ન લઈ શકું.’

ameesha patel Salman Khan sushmita sen tabu entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood