સામાન તો પૅક કર્યો, પરંતુ ક્યાંય જવાનું નથીઃ કુણાલ ખેમુ

03 May, 2021 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુણાલે પોતાનો ફોટો શૅર કર્યો છે

કુણાલ ખેમુ

કુણાલ ખેમુનું કહેવું છે કે સામાન તો પૅક કરીને રાખ્યો છે, પરંતુ કોરોનાકાળમાં ક્યાંય જવાનું નથી. કુણાલે પોતાનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેણે નાઇટસૂટ પહેર્યો છે. સાથે બાજુમાં તેની સૂટકેસ, શૂઝ અને કપડાં દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કુણાલ ખેમુએ કૅપ્શન આપી હતી કે ‘બધું પૅક થઈ ગયું છે, પરંતુ ક્યાંય નથી જવાનું. સાફસફાઈ કરો. આસપાસની વસ્તુઓને સ્વચ્છ રાખો. ઘરમાં રહો. આ સમય પણ પસાર થઈ જશે.’

entertainment news bollywood bollywood news bollywood gossips kunal khemu coronavirus covid19