અક્ષય કુમાર પહોંચ્યા કાશ્મીર, સીમા સુરક્ષાની મુલાકાત લઈ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

17 June, 2021 04:51 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમાર આજે જવાનોને મળવા જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતાં.

અક્ષય કુમાર ( સૌજન્ય પલ્લવ પાલીવલ)

બૉલિવૂડ અભિનેતા અને ખતરોના ખેલાડી તરીકે જાણીતા અક્ષય કુમાર  માત્ર ફિલ્મ્સમાં જ દેશભક્તિ દેખાડે છે એવું નથી, વાસ્તવિક જીવનમાં પણ તેઓ હંમેશા  સેનામાં જુસ્સો  અને મનોબળ વધારવામાં આગળ હોય છે. આજે અક્ષય કુમાર જવાનોને  મળવા કાશ્મીર પહોંચ્યા હતાં. અક્ષય કુમારે આ મુલાકાત દરમિયાન શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને અધિકારીઓને મનોબળ પુરૂ પાડ્યુ હતું.  

બીએેસએફએ આ સંદર્ભમાં એક ટ્વિટ કર્યુ છે, જેમાં અક્ષય કુમાર અને બીએસફના ડીજી  રાકેશ અસ્થાના સીમાની મુલાકાત કરતાં અને જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જોવા મળી રહ્યાં છે.  રાકેશ અસ્થાનાએ સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનોના સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરતા સરહદ રક્ષકોને હાર્દિક શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન અક્ષય કુમાર પણ તેમની સાથે દેખાયા હતા અને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. 

 બીએસએફ કાશ્મીરે ટ્વિટમાં લખ્યું કે દેશ આઝાદીની 75 મી વર્ષગાંઠ તરફ આગળ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં અક્ષય કુમાર ફરી એક વાર સરહદની સુરક્ષામાં તૈનાત સૈનિકોને મળવા આવ્યા હતા. બીએસએફ કાશ્મીરે પણ પોતાના ટ્વિટમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં અક્ષય કુમાર સૈનિકોને મળતા નજરે પડે છે.

અક્ષય કુમારના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો હવે તે `રક્ષાબંધન`, `બચ્ચન પાંડે`, `પૃથ્વીરાજ` અને `રામ સેતુ` જેવી ફિલ્મોમાં જોવા મળશે.  તાજતેરમાં જ અક્ષયની ફિલ્મ `બેલબોટમ`ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે, જે ફિલ્મ 27 જુલાઈએ રિલીઝ થશે.    

 

 

entertainment news akshay kumar jammu and kashmir bollywood news