અક્ષય કુમાર કોરોના પૉઝિટીવ, સોશિયલ મીડિયા પર આપી માહિતી

04 April, 2021 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું હોમ ક્વૉરન્ટાઇનમાં છું અને જરૂરી મેડિકલ મદદ લઈ રહ્યો છું. મારા સંપર્કમાં આવનારા બધા લોકો પોતાનો ટેસ્ટ કરાવી લે. ટૂંક સમયમાં જ ઍક્શનમાં પાછો આવીશ.

અક્ષય કુમાર

બૉલિવૂડ એક્ટર અક્ષય કુમાર કોરોના સંક્રમિત થઈ ગયો છે. અક્ષય કુમારે પોતે આ વાતની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે હું બધાને જણાવવા માગું છું કે આજે સવારે મારો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. બધા પ્રોટોકૉલ્સને ધ્યાનમાં રાખીને મેં પોતાને આઇસોલેટ કરી લીધું છે. હું હોમ ક્વૉરન્ટાઇનમાં છું અને જરૂરી મેડિકલ મદદ લઈ રહ્યો છું. મારા સંપર્કમાં આવનારા બધા લોકો પોતાનો ટેસ્ટ કરાવી લે. ટૂંક સમયમાં જ ઍક્શનમાં પાછો આવીશ.

ગઈકાલે 92,994 લોકો મળ્યા સંક્રમિત
દેશમાં કોરોનાનું બીજું મોજું ખૂબ જ ભયાવહ થઈ રહ્યું છે. અહીં શનિવારે 92,994 લોકો સંક્રમિત હોવાની માહિતી મળી હતી. આ દરમિયાન 60,059 લોકો સ્વસ્થ થયા અને 514 લોકોના નિધન થયા. એક દિવસમાં મળનારા સંક્રમિતોની વાત કરીએ, તો છેલ્લા 197 દિવસમાં (એટલે કે સાડા છ મહિના પછી) આટલી મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા છે. આ પહેલા 19 સપ્ટેમ્બરના 92,574 લોકો કોરોના પૉઝિટીવ આવ્યા હતા. નિધનને મામલે સતત બીજા દિવસે 500થી વધુ લોકોના જીવ ગયા. આ પહેલા શુક્રવારે 713 લોકોના નિધન થયા હતા.

દેશમાં અત્યાર સુઝી 1.24 કરોડ લોકો મહામારીની ચપેટમાં આવ્યા
દેશમાં અત્યાર સુધી લગભગ 1.24 કરોડ લોકો આ મહામારીની ચપેટમાં આવી ગયા છે. લગભગ 1.16 કરોડ લોકો સ્વસ્થ થઈ ગયા છે. 1.64 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 6.87 લાખ લોકોની સારવાર થઈ રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર
અહીં શનિવારે 49,447 નવા દર્દીઓ મળ્યા. 37,821 દર્દીઓ સ્વસ્થ થયા અને 277 લોકોના નિધન થઈ ગયા. રાજ્યમાં અત્યાર સુધી 29.53 લાખ લોકો આ મહામારીની ચપેટમાં આવી ગયા છે. આમાંથી 24.95 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 55,656 લોકોના નિધન થઈ ગયા છે. અહીં હાલ 4.01 લાખ લોકોની સારવાર થઈ રહી છે.

ગુજરાત
અહીં શનિવારે 2,815 નવા દર્દીઓ કોરોના સંક્રમિત મળ્યા છે. 2063 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 13નું નિધન થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 3.15 લાખ લોકો આ મહામારીની ચપેટમાં આવી ગયા છે. આમાંથી 2.96 લાખ સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 4,552 દર્દીઓનું નિધન થયું છે અને હાલ 14,2898 લોકોની સારવાર થઈ રહી છે.

akshay kumar bollywood news entertainment news coronavirus covid19