17 June, 2024 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
અક્ષયકુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’ આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે એને પોસ્ટપોન કરવામાં આવી હોય એવું જાણવા મળ્યું છે. ફિલ્મને કદાચ ૨૦૨૫માં રિલીઝ કરવામાં આવશે. એવું કહેવાય છે કે ફિલ્મનું ઘણુંખરું કામ બાકી છે અને એથી ફિલ્મને આ વર્ષે રિલીઝ કરવાનું શક્ય નથી. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી, અર્શદ વારસી, પરેશ રાવલ, જૉની લીવર, રાજપાલ યાદવ, સંજય દત્ત, રવીના ટંડન, તુષાર કપૂર, શ્રેયસ તલપડે અને લારા દત્તા પણ લીડ રોલમાં જોવા મળશે. અહમદ ખાન એને ડિરેક્ટ કરી રહ્યો છે અને ફિરોઝ નડિયાદવાલા એના પ્રોડ્યુસર છે.