ઈમરાન અને અક્ષયની `સેલ્ફી`નું પોસ્ટર, ફેન્સ કરી અજીબ ટિપ્પણીઓ

15 January, 2023 08:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અક્ષય કુમાર(Akshay kumar)અને ઈમરાન હાશ્મી (Imran Hashmi)પણ 24 ફેબ્રુઆરીએ મલયાલમ સુપરહિટ ફિલ્મ `ડ્રાઈવિંગ લાઇસન્સ`ની રિમેક સાથે થિયેટરોમાં આવવા જઈ રહ્યા છે. ફિલ્મનું નામ `સેલ્ફી` (selfie) છે.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

વર્ષ 2023માં સાઉથની રિમેક ફિલ્મોમાં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળવાના છે. અજય દેવગન(Ajay Devgn)ની `ભોલા` સાઉથની ફિલ્મ `કૈથી`ની રિમેક છે. બીજી તરફ, કાર્તિક આર્યન (kartik Aaryan) `શહેજાદા`માં જોવા મળશે, જે અલ્લુ અર્જુનની ફિલ્મ `આલા વૈકુંઠપુરમલો`ની હિન્દી રિમેક છે. તે જ સમયે અક્ષય કુમાર(Akshay kumar)અને ઈમરાન હાશ્મી (Imran Hashmi)પણ 24 ફેબ્રુઆરીએ મલયાલમ સુપરહિટ ફિલ્મ `ડ્રાઈવિંગ લાઇસન્સ`ની રિમેક સાથે થિયેટરોમાં આવવા જઈ રહ્યા છે. ફિલ્મનું નામ `સેલ્ફી` (selfie) છે.

એક્શન-ડ્રામા સેલ્ફીનું સત્તાવાર પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. રાજ મહેતા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર, ઈમરાન હાશ્મી, ડાયના પેન્ટી અને નુસરત ભરૂચા છે. આ પહેલીવાર છે જ્યારે અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી સ્ક્રીન પર સાથે જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે. ફિલ્મનું પોસ્ટર શેર કરતા અક્ષય કુમારે લખ્યું છે કે, `જો ચાહકો સ્ટાર બનાવી શકે છે તો તે બગાડી પણ શકે છે. જાણો શું થાય છે જ્યારે કોઈ ચાહક તેના આઈડલ વિરુદ્ધ જાય છે.

આ પણ વાંચો: બર્થ-ડે વિશ કરતાં ગીત ન ગાવા માટે પત્નીને​ વિનંતી કરી અક્ષયકુમારે

અક્ષય કુમારના આ કેપ્શન પર ફેન્સ ખૂબ જ ફની કોમેન્ટ કરવા લાગ્યા. એક ચાહકે લખ્યું, `ફેન ફિલ્મ હૈ ક્યા ભાઈજીની રિમેક.` તે પછી બીજી કોમેન્ટ આવી, `મલયાલમ ફિલ્મ ડ્રાઇવિંગ લાયસન્સનું રિમેક.` અન્ય વ્યક્તિએ લખ્યું, `ઓહ ગોડ, બીજી રિમેક.` એક કોમેન્ટ આવી, `જબ બોલા કી હેરા ફેરી 3 કરો હિટ હોગા...નહી ઉનકો તો પૈસે કમાના હૈ...` જ્યારે એક ચાહકે અક્ષય કુમારને સલાહ આપતા કહ્યું, `અક્ષય સાહેબ, તમારી પાસે ઘણો સમય છે, આ ફિલ્મમાં સારો રોલ કરજો પ્લીઝ સર.`

bollywood news akshay kumar emraan hashmi entertainment news