'ગુડ ન્યુઝ' અને 'ડ્રીમ ગર્લ'ને દુબઈમાં કરવામાં આવશે ફરીથી રિલીઝ

09 June, 2020 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

'ગુડ ન્યુઝ' અને 'ડ્રીમ ગર્લ'ને દુબઈમાં કરવામાં આવશે ફરીથી રિલીઝ

દુબઈમાં ૧૧ જૂને ‘ગુડ ન્યુઝ’ અને ત્યાર બાદ ‘ડ્રીમ ગર્લ’ને ફરીથી રિલીઝ કરવામાં આવશે. દુબઈમાં ધીરે-ધીરે લૉકડાઉનમાં રાહત આપતાં થિયેટર્સ શરૂ કરવામાં આવ્યાં છે. જોકે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવશે. 12 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો અને 60 વર્ષ કે એનાથી વધુ ઉંમરના લોકોને થિયેટર્સમાં જવાની મંજૂરી નથી. ‘ડ્રીમ ગર્લ’માં આયુષ્માન ખુરાના અને નુશરત ભરૂચા લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. ‘ગુડ ન્યુઝ’માં અક્ષયકુમાર, કરીના કપૂર ખાન, દિલજિત દોસંજ અને કિઆરા અડવાણી જોવા મળ્યાં હતાં. ફિલ્મને દુબઈમાં રિલીઝ કરવા વિશે ખુશી વ્યક્ત કરતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘દુબઈએ હંમેશાંથી મને અને મારી ફિલ્મોને ખૂબ પ્રેમ આપ્યો છે. ‘ગુડ ન્યુઝ’ને ફરીથી રિલીઝ કરવી એ મારા માટે ખાસ વાત છે. એ પણ આવા કપરા સમયમાં. ફિલ્મને સકારાત્મક રિસ્પૉન્સ મળ્યો છે અને આશા રાખું છું કે આ ફિલ્મ ફરી એક વાર લોકોને મનોરંજન પૂરું પાડશે.’

અક્ષયકુમાર લૉકડાઉન ખતમ થયા બાદ ‘બેલ બૉટમ’ના શૂટિંગ માટે જુલાઈમાં લંડન જવાનો છે. લૉકડાઉનને કારણે ફિલ્મોનું શૂટિંગ અટવાયું છે. સૌકોઈ રાહ જોઈ રહ્યું છે કે ક્યારે લૉકડાઉન પૂરું થાય અને કામ પર પાછા ફરે. અક્ષયકુમાર કામ પ્રતિ ખૂબ સમર્પિત ઍક્ટર છે. તેણે તાજેતરમાં જ વહેલી સવારે સ્ક્રિપ્ટ રીડિંગ સેશનમાં ભાગ લીધો હતો. અક્ષયકુમાર જલદી જ ઍક્શન મોડમાં આવવા માટે આતુર છે. મેગા બજેટની આ ફિલ્મને રંજિત તિવારી ડિરેક્ટ કરશે. નિખિલ અડવાણી અને વાશુ ભગનાણી ફિલ્મને પ્રોડ્યુસ કરશે. સ્ક્રિપ્ટ રીડિંગ સેશન બાદ આ ફિલ્મનું શૂટિંગ જુલાઈમાં લંડનમાં શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને એ માટે તમામ સાવચેતી અને પરવાનગી લેવા પર કામ ચાલી રહ્યું છે.

entertainment news bollywood bollywood news bollywood gossips akshay kumar ayushmann khurrana kareena kapoor diljit dosanjh kiara advani dubai coronavirus covid19 lockdown