‘મે ડે’ બની ‘રનવે 34’

30 November, 2021 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજય દેવગન અને અમિતાભ બચ્ચનની ફિલ્મનું નામ બદલવામાં આવ્યું છે

અજય દેવગન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘રનવે 34’

અજય દેવગન અને અમિતાભ બચ્ચનની ‘મે ડે’નું નામ બદલીને ‘રનવે 34’ રાખવામાં આવ્યું છે. આ માટે અજય અને બિગ બીની સાથે રકુલ પ્રીત સિંહનું પણ પોસ્ટર શૅર કરવામાં આવ્યું છે. નામ બદલવાની જાહેરાતની સાથે એની રિલીઝ-ડેટ પણ જાહેર કરવામાં આવી છે જે ‘૨૦૨૨ની ૨૯ એપ્રિલ’ રાખવામાં આવી છે. આ પહેલાં મેમાં રિલીઝ કરવામાં આવવાની હતી, પરંતુ હવે એને એપ્રિલમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું નામ બદલવા પાછળનું કારણ તો હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. આ ફિલ્મને સત્ય ઘટના પરથી બનાવવામાં આવી છે. ૨૦૧૫માં મિડલ ઈસ્ટર્ન કન્ટ્રીની એક ફ્લાઇટને એક્સ્ટ્રીમ કન્ડિશનમાં તિરુવનંતપુરમ ડાઇવર્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મને અજય દેવગન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. અજય દેવગને કહ્યું હતું કે તેણે આજ સુધી અમિતાભ બચ્ચન જેવા ડેડિકેશનવાળા ઍક્ટર નથી જોયા.

entertainment news bollywood bollywood news upcoming movie ajay devgn amitabh bachchan