ડિવૉર્સની અફવા વચ્ચે અભિષેક અને ઐશ્વર્યા તસવીરોમાં હમ સાથ-સાથ હૈં

07 December, 2024 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ ઇવેન્ટ‍્સમાં સાથે દેખાતાં નહોતાં અને બીજી તરફ ડિવૉર્સની વાતો ચાલે છે એટલે બળતામાં ઘી હોમાતું હતું, પણ હવે એક રિસેપ્શનમાં તેઓ ફોટોમાં ભેગાં દેખાયાં છે

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય

બૉલીવુડનું પાવર કપલ ડિવૉર્સની નૉનસ્ટૉપ અફવા વચ્ચે તાજેતરમાં સાથે જોવા મળ્યું છે. વાત અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ ઇવેન્ટ‍્સમાં સાથે દેખાતાં નહોતાં અને બીજી તરફ ડિવૉર્સની વાતો ચાલે છે એટલે બળતામાં ઘી હોમાતું હતું, પણ હવે એક રિસેપ્શનમાં તેઓ ફોટોમાં ભેગાં દેખાયાં છે અને એ ફોટો સોશ્યલ મીડિયા પર જોવા મળ્યા છે. એક ફોટોમાં અભિષેક અને ઐશ્વર્યા સાથે ઐશ્વર્યાની મમ્મી વૃંદા રાય અને અનુ રંજન છે તથા બીજા ફોટોમાં અભિષેક-ઐશ્વર્યા સાથે આયેશા જુલ્કા છે. આ બન્ને સેલ્ફી છે જે અૈશ્વર્યાએ જ લીધા છે. અભિષેક અને ઐશ્વર્યા જુહુની સન-ઍન-સૅન્ડ બ્લુ હોટેલમાં એક મૅરેજ-રિસેપ્શનમાં ગયાં હતાં; જેમાં સચિન અને અંજલિ તેન્ડુલકર, હૃતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ, જિતેન્દ્ર અને એકતા કપૂર પણ આવ્યાં હતાં. ગયા મહિને દીકરી આરાધ્યાના બર્થ-ડેની ઉજવણીમાં પણ અભિષેક ઉપસ્થિત હતો, પણ એના કોઈએ ફોટો ન જોયા એટલે આવી વાતો થઈ હતી કે ઐશ્વર્યાએ અભિષેકની ગેરહાજરીમાં જ તેમની દીકરીનો બર્થ-ડે ઊજવ્યો હતો. જોકે પછીથી એ સેલિબ્રેશનનો એક વિડિયો સામે આવ્યો હતો જેમાં અભિષેક દેખાતો હતો.

abhishek bachchan aishwarya rai bachchan relationships sachin tendulkar anjali tendulkar hrithik roshan ekta kapoor celebrity wedding bollywood news bollywood entertainment news viral videos