અમદાવાદમાં બનેલી વિમાન-દુર્ઘટના પછી બૉલીવુડ આઘાતમાં

14 June, 2025 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડે આપી શ્રદ્ધાંજલિ

સોનુ સૂદ, આલિયા ભટ્ટ, શાહરુખ ખાન

ગુરુવારે અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રૅશ થયું હતું, જેમાં મોટા પાયે જાનહાનિ થઈ છે. આ સમયે બૉલીવુડના સ્ટાર્સે પણ દુ:ખની લાગણી વ્યક્ત કરી છે.

આમિર ખાન :  આજે બનેલી દુખદ વિમાન-દુર્ઘટનાથી અમે ખૂબ દુખી છીએ. આ ભારે નુકસાનની ઘટનામાં અમારી સંવેદનાઓ અસરગ્રસ્ત પરિવારો સાથે છે. અમે આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત વ્યક્તિઓ, સમુદાયો અને રાહત-કર્મચારીઓ સાથે એકતા રાખીને ઊભા છીએ. સ્ટે સ્ટ્રૉન્ગ ઇન્ડિયા.

સની દેઓલ : અમદાવાદમાં વિમાન-દુર્ઘટનાના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુ:ખ થયું છે. હું મારા હૃદયથી પ્રાર્થના કરું છું કે બચી ગયેલા લોકો જલદી મળી આવે અને તેમને સારો ઇલાજ મળે. મૃતકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારો આ મુશ્કેલ સમયમાં હિંમત રાખે.

શાહરુખ ખાન : અમદાવાદમાં બનેલી વિમાન-દુર્ઘટનાના સમાચારથી હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું. પીડિતો, તેમના પરિવારો અને તમામ અસરગ્રસ્તો માટે મારી પ્રાર્થનાઓ.

સોનુ સૂદ : અમદાવાદથી લંડન જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઑફ કર્યા પછી ક્રૅશ થઈ ગઈ છે. અમે આ દુખદ અકસ્માતમાં સામેલ તમામ મુસાફરો અને ક્રૂ માટે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ સુરક્ષિત રહે અને તેમને ઝડપથી મદદ મળે.

આલિયા ભટ્ટ : આ વિનાશક છે. મારું હૃદય તમામ મુસાફરો અને ક્રૂ માટે દુખી છે. વિમાનમાં સવાર તમામ લોકો અને તેમના પ્રિયજનો માટે સંવેદનાઓ અને પ્રાર્થનાઓ.

plane crash airlines news ahmedabad air india alia bhatt aamir khan sonu sood Shah Rukh Khan sunny deol entertainment news bollywood bollywood news