`મારો તેમની સાથે કોઈ સંબંધ...` અહાન પાંડેએ ચંકી પાંડે સાથે સંબંધનો કર્યો ઇનકાર?

25 July, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ahaan Panday on relation with Chunky Panday: અહાન પાંડેની પહેલી ફિલ્મ `સૈયારા` બૉક્સ ઑફિસ પર અદ્ભુત કમાણી કરી રહી છે. રમિયાન, અહાનનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેતાએ તેના કાકા ચંકી પાંડે સાથે કોઈપણ પ્રકારના સંબંધનો ઇનકાર કર્યો છે.

અહાન પાંડે અને ચંકી પાંડે ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

અહાન પાંડેની પહેલી ફિલ્મ `સૈયારા` બૉક્સ ઑફિસ પર અદ્ભુત કમાણી કરી રહી છે. આ ફિલ્મે 155 કરોડના કલેક્શન સાથે બ્લૉકબસ્ટર ફિલ્મોની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ દરમિયાન, અહાનનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેતાએ તેના કાકા ચંકી પાંડે સાથે કોઈપણ પ્રકારના સંબંધનો ઇનકાર કર્યો છે.

અહાન પાંડે તેની પહેલી ફિલ્મ `સૈયારા` રિલીઝ થઈ ત્યારથી ચર્ચામાં છે. આ અભિનેતાએ તેની પહેલી ફિલ્મમાં જ કમાલ કરી દીધી. તેને બી-ટાઉનનો આગામી સુપરસ્ટાર માનવામાં આવી રહ્યો છે.

અહાન પાંડે ચંકી પાંડેના નાના ભાઈ ચિક્કીનો પુત્ર છે. અહાન બૉલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે નીકળી પડ્યો છે અને એવું લાગે છે કે તે તેની બહેન અનન્યાના પગલે ચાલશે અને શાનદાર ફિલ્મો આપશે.

તેણે આ વાત 2017 માં કહી હતી
આ દરમિયાન, 2017 ના અહાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 19 વર્ષીય અહાન પાંડે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સેશન દરમિયાન તેના પરિવાર વિશે વાત કરી રહ્યો હતો. લાઇવ સેશન દરમિયાન, જ્યારે અહાન પાંડેને તેના કાકા ચંકી પાંડે વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે તેની સાથે કોઈ પણ પ્રકારના સંબંધનો ઇનકાર કર્યો હતો. એવું લાગે છે કે અભિનેતા કોઈપણ પ્રકારની નેપોટીઝમ ચર્ચા ટાળવા માગતો હતો.

અહને કહ્યું: `મારી ખાલી સરનેમ...`
રિપોર્ટ મુજબ, અહાને 2017 માં કહ્યું હતું કે, "મારી અટક જ ખાલી પાંડે છે, પરંતુ હું તેમની સાથે કોઈપણ રીતે જોડાયેલ નથી. મારા પિતા આલોક શરદ પાંડે છે અને પાંડે સાથે મારો આ જ એકમાત્ર સંબંધ છે. મેં મારી લોકપ્રિયતા દ્વારા બી-ટાઉનમાં મારી ઓળખ બનાવી છે." તમને જણાવી દઈએ કે આલોક શરદ પાંડેને ચિક્કી પાંડે તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ચંકીનો નાનો ભાઈ છે.

લોકોએ અહાનને સપોર્ટ કર્યો
અહાનના દાવા પર પ્રતિક્રિયા આપતા, એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, "મોહિત સૂરીએ તેને અત્યાર સુધી કોઈપણ ઇન્ટરવ્યુથી દૂર રાખ્યો છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. બિચારી અનીત તેની કિંમત ચૂકવી રહી છે." બીજા એક યુઝરે ટિપ્પણી કરી, "ભાઈ, મને લાગ્યું કે લોકો ચિક્કી અને ચંકી વિશે જાણતા નથી, જેમ મોટાભાગના લોકો અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભ વિશે જાણતા નથી."

સૈયારાનું બૉક્સ ઑફિસ કલેક્શન
સૈયારાએ સ્થાનિક બૉક્સ ઑફિસ પર 155.24 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે ફિલ્મનો દૈનિક વ્યવસાય સતત પાંચ દિવસથી 20 કરોડ રૂપિયાથી વધુ રહ્યો છે. વિશ્વવ્યાપી બૉક્સ ઑફિસ પર પણ સૈય્યારા 170 કરોડ રૂપિયાની કમાણી સાથે બૉક્સ ઑફિસ પર ધમાકો કર્યો છે.

ahaan panday chunky pandey upcoming movie latest trailers latest films social media viral videos instagram twitter offbeat videos bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news