આલિયા ભટ્ટ અને કરણ જોહરના સોશ્યલ મીડિયા ફૉલોઅર્સ શા માટે ઓછા થયા?

18 June, 2020 06:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આલિયા ભટ્ટ અને કરણ જોહરના સોશ્યલ મીડિયા ફૉલોઅર્સ શા માટે ઓછા થયા?

આલિયા ભટ્ટ, કરણ જોહર (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

આપણા સમાજમાં નેપોટિઝમ છેલ્લા ઘણા સમયથી અસ્તિત્વમાં છે. ફક્ત બૉલીવુડમાં જ નહીં પણ અન્ય ઈન્ડસ્ટ્રીમાં પણ નેપોટિઝમ છે જ, પરંતુ બૉલીવુડમાં વધારે છે એવું કહેવાય છે. અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા પછી બૉલીવુડમાં નેપોટીઝમના મુદ્દાએ જોર પકડયું છે. સુશાંત સિંહ રાજપુતના ફૅન્સ અને ફૉલોઅર્સ નોપેટિઝમાં નેગેટીવ પાસાની ચર્ચા કરી રહ્યાં છે. ફક્ત ઈન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર જ નહીં પરંતુ દરેક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર નેપોટીઝમની ચર્ચા થઈ રહી છે. નેપોટિઝમમાં આલિયા ભટ્ટ અને કરણ જોહર સામેલ હોવાથી તેમના સોશ્યલ મીડિયા ફૉલોઅર્સ ઓછા થઈ રહ્યાં છે.

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા પાછળ પ્રોડયુસર કરણ જોહર પણ જવાબદાર તેવું કહેવામાં આવે છે અને લોકોએ #KarJoharGang સાથે ટ્વીટસ કરવાના શરૂ કરી દીધા છે. સુશાંત સિંહ રાજપુતને ન જાણતા હોવાનો દાવો કરનાર આલિયા ભટ્ટ, કરણ જોહર અને અન્ય સેલેબ્સે અભિનેતાના નિધન પર શૉક વ્યક્ત કર્યો છે ત્યારબાદ તેઓને બહુ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. તેમજ કેટલાક ફૅન્સે તો તેમનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે. ફક્ત ટ્રોર્લસ જ નહીં પરંતુ ચાહકોએ પણ નેપોટિઝમને ટેકો આપનારા કરણ જોહર અને આલિયા ભટ્ટને સોશ્યલ મીડિયા પર અનફૉલો કરવાનું શરૂ કરી દીધું છે.

અત્યારે કરણ જોહરના 10.9 મિલિયન ફૉલોઅર્સ છે. પહેલાં કરણના 11 મિલિયન ફૉલોઅર્સ હતા. જે મંગળવારે બપોરે વીસ જ મિનિટમાં ઓછા થઈ ગયા હતા. આલિયા ભટ્ટ અને સોનમ કપુરના સોશ્યલ મીડિયા પર બહુ બધા ફૉલોઅર્સ છે છતા તેઓને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. 'કૉફી વિથ કરણ'ના એક એપિસોડમાં અભિનેત્રીઓએ એવું કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપુતને તેઓ ઓળખતા નથી અને ફૉલો પણ નથી કરતા. બીજી બાજુ અભિનેતાના નિધન બાદ તેમણે શૉક વ્યક્ત કરતા લોકો તેમને ધિક્કારી રહ્યાં છે.

entertainment news bollywood bollywood gossips bollywood news sushant singh rajput karan johar alia bhatt sonam kapoor