શું રાખી અને આદિલના લગ્ન પબ્લિસિટી સ્ટંટ? કેમ આદિલે માગ્યો 10થી 12 દિવસનો સમય?

12 January, 2023 08:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાખી સાવંત સાથે આદિલના લગ્ન માામલે હવે આદિલ ખાને પોતાનું મૌન તોડીને લોકો પાસેથી 10થી 12 દિવસનો સમય માગ્યો છે. શું આ સમય માગ્યો તેની પાછળ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ છે કે બીજું કંઈક રંધાઈ રહ્યું છે?

તસવીર સૌજન્ય મિડ-ડે

ડ્રામા ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) એકવાર ફરીથી ચર્ચામાં છે. રાખી સાવંતે પોતાના નિકાહનામા અને કૉર્ટ મેરિજની તસવીરોને શૅર કરતા જણાવ્યું કે તેમણે ગયા વર્ષે બૉયફ્રેન્ડ આદિલ ખાન સાથે લગ્ન કરી લીધા છે. રાખી સાવંતે લગ્ન સમયે નામ બદલીને ફાતિમા કરી લીધા. અત્યાર સુધી આદિલ ખાનની પ્રતિક્રિયા સામે આવી નથી. હવે પહેલીવાર આદિલ ખાન આ દાવાઓ વચ્ચે જોવા મળ્યા છે અને તેમને પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા છે. આદિલ ખાને લગ્નના સવાલ પર કહ્યું કે તે 10-12 દિવસ પછી હકિકત જણાવશે. તે ન તો લગ્નના સમાચારને નકારી રહ્યા છે કે ન તો તેને સ્વીકારી રહ્યા છે. તો બીજી તરફ રાખી સાવંતે એક ન્યૂઝ એજન્સી સામે પોતાના લગ્નના સમાચાર વિશેની વાત સ્વીકારી છે. જાણો હવે તેમનું શું કહેવું છે...

રાખી સાવંત સાથે લગ્ન પર શું બોલ્યો આદિલ ખાન
આદિલ ખાને (Adil Khan) એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તે હાલ આ બધા દાવા પર કંઈ કહેવા નથી માગતો. તે બધા પાસેથી 10-12 દિવસનો સમય માગે છે. ત્યાર પછી તે બધી વાતના ખુલાસા કરશે. રસપ્રદ વાત એ હતી કે આ ઈન્ટરવ્યૂ રાખી સાવંત પોતે શૂટ કરી રહી હતી.

રાખી સાવંતે કહ્યું હું તો શૉકમાં છું
રાખી સાવંતે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતી વખતે કહ્યું કે મેં બધા પુરાવા સામે રજૂ કરી દીધા છે. આદિલ હજી પણ મારી સાથે જ છે. હું આદિલ સાથે પરિણીત છું. મેં બધા પુરાવા મીડિયામાં આપી દીધા છે. મારા જીવનમાં બધું બદલાઈ ગયું છે. હવે કંઈ બીજું થાય તેથી મેં બધાને જણાવી દીધું છે કે 7 મહિના પહેલા મેં આદિલ ખાન દુરાની સાથે લગ્ન કર્યા હતા. હું શૉકમાં છું કે આદિલ કેમ આ લગ્નને નથી માનતા. હું ખૂબ જ પરેશાન છું. મારી મા બીમાર છે.

આ પણ વાંચો : Rakhi Sawant ફરી બની દુલ્હન, હવે આ છે દુલ્હો, કર્યો લગ્ન અંગેનો આટલો મોટો ખુલાસો

આદિલ મારા પતિ છે અને અમે પતિ-પત્નીની જેમ રહીએ છીએ
આદિલ સાથે રાખી સાવંતની શું વાત થઈ તેના પર તેણે કહ્યું કે હજી પણ આદિલ મારી સાથે છે. અમે સાથે જ રહીએ છીએ. પતિ-પત્નીની જેમ જીવન જીવી રહ્યા છીએ. મને નથી ખબર કે તે કઈ મજબૂરીને કારણે લગ્નને નકારી રહ્યા છે. હાલ આદિલ ખાન સમય માગી રહ્યો છે. તે મારા પતિ છે અને એક ક્ષણ પણ મારી વગર રહી શકતા નથી. પણ હાલ આદિલને થોડોક સમય જોઈએ છે બધી વસ્તુઓ બરાબર કરવા માટે.

rakhi sawant bollywood news bollywood bollywood gossips entertainment news