ઝોયા અખ્તર સાથે કામ કરવું એ સન્માનની વાત છે : આદર્શ ગૌરવ

22 September, 2021 07:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઝોયા અખ્તર લિખિત ‘ખો ગયે હમ કહાં’માં આદર્શ ગૌરવ મુખ્ય ભુમિકામાં

આદર્શ ગૌરવ

‘વ્હાઇટ ટાઈગર’માં અદ્ભુત અભિનય કરનાર અભિનેતા આદર્શ ગૌરવ (Adarsh Gourav) હવે ઝોયા અખ્તર (Zoya Akhtar)ની ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળવાનો છે. અભિનેતા કહે છે કે, ‘ઝોયા અખ્તર સાથે કામ કરવું એ સન્માનની વાત છે’.

ડિજિટલ યુગની વાર્તા પર આધારિત ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’ની વાર્તા ઝોયા અખ્તર, અર્જુન બરેન અને રીમા કાગતીએ લખી છે. જ્યારે નિર્માણ ઝોયા અખ્તર, ફરહાન અખ્તર, રીમા કાગતી અને રિતેશ સિધવાનીનું છે. સાથે જ રિતેશ સિધવાની નિર્દેશ પણ કરે છે.

ઝોયા અખ્તર સાથે કામ કરવા ઉત્સુક અભિનેતા આદર્શ ગૌરવ જણાવે છે કે, ‘ઝોયા અખ્તર પાસે એવા પાત્રો લખવાની ક્ષમતા છે જે ખરેખર દરેક અભિનેતાનું સ્વપ્ન હોય છે અને તેમને ખુશી આપે છે. ઝોયા અખ્તર એક હિંમતવાન અને ગતિશીલ નિર્દેશક છે જે પોતાની રીતે સિનેમાની નવી વ્યાખ્યા કરી રહી છે. તેમની વાર્તાઓ તાજી હોય છે અને પાત્રો સારી રીતે રચાયેલા હોય છે. સિનેમેટિક શૈલી દ્વારા તેઓ જે પરિપ્રેક્ષ્ય લાવે છે તે વિચાર કરવા મજબુર કરે તેમ હોય છે. તેમની સાથે કામ કરવું એ સન્માનની વાત છે અને હું આ પ્રોજેક્ટનો ભાગ બનીને બહુ ઉત્સાહિ છું’.

‘ખો ગયે હમ કહાં’ ફિલ્મ ડિજિટલ યુગમાં પણ એક સરળ સમયની યાદ અપાવશે. આ ફિલ્મની વાર્તા મુંબઈના ત્રણ મિત્રોની છે. જે સ્ક્રિનની દુનિયા અને ડિજિટલ જીવનમાં જ ખુબ વ્યસ્ત છે. ફિલ્મમાં આદર્શ ગૌરવની સાથે મુખ્ય ભુમિકામાં સિદ્ધાંત ચર્તુવેદી અને અનન્યા પાંડે પણ છે.

આદર્શ ગૌરવ સાથે અનન્યા પાંડે અને સિદ્ધાંત ચર્તુવેદી

entertainment news bollywood bollywood news upcoming movie zoya akhtar Ananya Panday siddhant chaturvedi