‘જન્નત 2’ની ઈશા ગુપ્તાને થયો કોવિડ

10 January, 2022 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાની આ ત્રીજી લહેરે બૉલીવુડ સેલિબ્રિટીઝને પોતાના ભરડામાં લીધા છે

ઈશા ગુપ્તા

‘જન્નત 2’માં જોવા મળેલી ઈશા ગુપ્તાને પણ કોવિડ થયો છે. તેણે ‘ટોટલ ધમાલ’ અને ‘બાદશાહો’માં પણ કામ કર્યું છે. કોરોનાની આ ત્રીજી લહેરે બૉલીવુડ સેલિબ્રિટીઝને પોતાના ભરડામાં લીધા છે. મધુર ભંડારકર, નફીસા અલી, જૉન એબ્રાહમ, એકતા કપૂર, સ્વરા ભાસ્કર, અર્જુન કપૂર અને કુબ્રા સૈત સહિત કેટલાયને કોરોના થયો છે. પોતે પણ કોરોનાનાં સકંજામાં સપડાઈ છે એની માહિતી ઇન્સ્ટાસ્ટોરી પર આપતાં ઈશાએ લખ્યું હતું, ‘તમામ પ્રકારની દરકાર રાખવા છતાં પણ મારો કોવિડ-19નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હું નિયમોનું પાલન કરી રહી છું અને મારી જાતને ઘરમાં ક્વૉરન્ટીન કરી છે. મને પૂરી ખાતરી છે કે હું આમાંથી મજબૂતાઈથી બહાર આવીશ અને સ્વસ્થ થઈ જઈશ. મહેરબાની કરીને સલામત રહો અને માસ્ક પહેરો. તમારી અને અન્યોની કાળજી લો. માસ્ક પહેરવાનું ભૂલતા નહીં.’

entertainment news bollywood bollywood news esha gupta coronavirus covid19