રીજનલ ફિલ્મોમાં કેમ કામ નથી કરતો પંકજ ત્રિપાઠી?

24 November, 2022 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંકજે કહ્યું કે ‘મારા માટે ભાષા ક્યારેય અવરોધરૂપ નથી બની,

પંકજ ત્રિપાઠી

પંકજ ​ત્રિપાઠીનું કહેવું છે કે હું અન્ય ભાષામાં કોઈ કામ નથી શોધી રહ્યો. બૉલીવુડમાં તેણે પોતાના દમ પર નામ બનાવ્યું છે. તેની પાસે હાલમાં ઘણી ફિલ્મો છે અને તે વેબ-શોમાં પણ એટલો જ વ્યસ્ત છે. આ વિશે વાત કરતાં પંકજે કહ્યું કે ‘મારા માટે ભાષા ક્યારેય અવરોધરૂપ નથી બની, પરંતુ એમ છતાં હું હિન્દી સિનેમાને વધુ પસંદ કરું છું. હું હિન્દીમાં વધુ કમ્ફર્ટેબલ છું. આ ભાષાની ભાવનાઓ અને એની દરેક વસ્તુને હું ખૂબ સારી રીતે સમજી શકું છું. હૉલીવુડને ભૂલી જાઓ, મને તેલુગુ અને મલયાલમ ફિલ્મમેકર્સ પાસેથી પણ ઑફર્સ મળે છે. જોકે મને લાગે છે કે હું આ ભાષાઓમાં મારા કામને વધુ સારી રીતે ન્યાય નહીં આપી શકું, કારણ કે હું એ ભાષા નથી બોલી શકતો. હું આ ભાષામાં ફીલિંગ્સ બહાર નહીં લાવી શકું. જો કોઈ આ ભાષાની ફિલ્મોમાં હિન્દીમાં બોલતા પાત્રનો સમાવેશ કરશે તો હું એમાં જરૂર કામ કરીશ.’

entertainment news bollywood news bollywood gossips bollywood pankaj tripathi