હૃતિક રોશનની ‘ફાઇટર’માં દેખાશે ‘ક્લાસ’ના ઍક્ટર ચંદન આનંદ

15 February, 2023 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં હૃતિક સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર કામ કરી રહ્યાં છે, જેને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યો છે.

ચંદન આનંદ

નેટફ્લિક્સની ‘ક્લાસ’માં જોવા મળેલા ચંદન આનંદ હવે હૃતિક રોશનની ‘ફાઇટર’માં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં હૃતિક સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર કામ કરી રહ્યાં છે, જેને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મ ૨૦૨૪ની જાન્યુઆરીમાં રિલીઝ કરવામાં આવશે. આ વિશે વાત કરતાં ચંદને કહ્યું કે ‘હું જ્યારે જમ્મુમાં ચોથા ધોરણમાં હતો ત્યારે ફાઇટર પ્લેનને જોઈને હું ખૂબ જ ઉત્સાહિત થઈ જતો હતો અને એથી મારે ઍર ફોર્સ જૉઇન કરવી હતી. જોકે લાઇફ પોતાનો માર્ગ શોધી જ લે છે અને મેં કૉલેજના સમયમાં થિયેટર કરવાનું શરૂ કરી દીધું હતું. ૨૦૦૪માં મારાં સપનાંને પૂરાં કરવા માટે હું મુંબઈ આવી ગયો હતો. હું સિદ્ધાર્થ આનંદ સરનો આભાર માનું છું કે તેમણે મને આ ફિલ્મમાં કામ કામ કરવા માટેની તક આપી છે. આ વર્ષના બિગેસ્ટ ફિલ્મમેકર્સ સાથે તેની બિગેસ્ટ ફિલ્મ ‘ફાઇટર’માં કામ કરવા માટે હું પોતાને નસીબદાર માનું છું. આ ફિલ્મમાં ખૂબ જ સારા-સારા ઍક્ટર્સની વચ્ચે હું પણ એક મહત્ત્વનું પાત્ર ભજવી રહ્યો છું. મેં આગળ કહ્યું તેમ કે મારે ફાઇટર પાઇલટ બનવું હતું અને મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આથી દરેકે કોઈ પણ રીતે સપનું જોવું જોઈએ પછી ભલે એ ગમે એટલું મોટું હોય. રિયલ લાઇફમાં નહીં તો કંઈ નહીં, પરંતુ રીલ લાઇફમાં હું ​સુખોઈ પ્લેન ઉડાવતો જોવા મળીશ.’

entertainment news bollywood news bollywood gossips bollywood hrithik roshan upcoming movie