બહેનો સાથે પ્રમોશન પર નીકળ્યો અક્ષયકુમાર

09 August, 2022 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમાર ‘રક્ષાબંધન’માં તેની બહેનોનો રોલ કરનાર ઍક્ટ્રેસિસ સાથે પ્રમોશન પર નીકળ્યો છે

અક્ષય કુમાર અને રક્ષાબંધનની કાસ્ટ

અક્ષયકુમાર ‘રક્ષાબંધન’માં તેની બહેનોનો રોલ કરનાર ઍક્ટ્રેસિસ સાથે પ્રમોશન પર નીકળ્યો છે. ૧૧ ઑગસ્ટે રિલીઝ થનારી આ ફિલ્મમાં ભાઈ-બહેનોના સંબંધોને દેખાડવામાં આવશે. ફિલ્મમાં દેખાડવામાં આવે છે કે તેમનો એકલો ભાઈ ચારેય બહેનોની જવાબદારી ઉપાડી લે છે. ફિલ્મને પ્રમોટ કરવા માટે અક્ષયકુમાર જયપુર પણ ગયો હતો. તેણે એ વિસ્તારની મુલાકાત લીધી જ્યાં હાથેથી રાખડી બનાવનારી એ મહિલા કારીગરો પાસે અક્ષયકુમારે રાખડી પણ બંધાવી હતી. સૌકોઈ તેની પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મની ચારેય ઑન-સ્ક્રીન બહેનો સાથે નીકળતી વખતે પ્લેનની બહારનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘ટીમ ‘રક્ષાબંધન’ કલકત્તા, લખનઉ અને પછી દિલ્હીમાં ફિલ્મને પ્રમોટ કરવાની છે. પ્રામાણિકપણે કહું તો ફિલ્મમેકિંગ તો સરળ લાગે છે, પરંતુ પ્રમોશન્સ બચ્ચે કી જાન લે લેતે હૈં.’

કલકત્તા પહોંચીને ચારેય બહેનો સાથેનો ફોટો તેણે શૅર કર્યો છે. ફોટોમાં દેખાય છે કે તેઓ કલકત્તાની ફેમસ પીળી ટૅક્સીમાં ફરી રહ્યાં છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, કલકત્તા દર્શન માટે મારી બહેનો સાથે ટૅક્સીમાં નીકળ્યો છું.

entertainment news bollywood news akshay kumar bollywood raksha bandhan upcoming movie bhumi pednekar