‘કેસ તો બનતા હૈ’માં અમિતાભ બચ્ચનની મજાક ઉડાવતાં ભડકી ગયો અભિષેક

06 October, 2022 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેસ તો બનતા હૈ શો ઍમેઝૉન મિની ટીવી પર આવે છે

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન જ્યારે ‘કેસ તો બનતા હૈ’ શોમાં પહોંચ્યો તો એ દરમ્યાન અમિતાભ બચ્ચની મજાક ઉડાવવામાં આવતાં તે ભડકી ગયો હતો. ઍમેઝૉન મિની ટીવી પર આ કૉમેડી શો આવે છે. એમાં રિતેશ દેશમુખ ડિફેન્સ લૉયર અને વરુણ શર્મા પબ્લિક પ્રોસિક્યુટર બનીને સેલિબ્રિટીઝને વિવિધ સવાલો કરે છે.

શોમાં પરિતોષ ત્રિપાઠી અમિતાભ બચ્ચનને લઈને જોક કહે છે. બસ એ જ વખતે તે ગુસ્સો કરે છે.

અભિષેક કહે છે કે ‘આ બહુ થઈ રહ્યું છે હવે. આ બધામાં પેરન્ટ્સને વચ્ચે ન લાવો. જોક્સ મારા સુધી જ સીમિત રાખો. પિતાજીને લઈને હું લાગણીશીલ થઈ જાઉં છું. માન આપવું જોઈએ. કૉમેડીના નામે કંઈ પણ ન કરવું જોઈએ.’

entertainment news bollywood gossips bollywood news abhishek bachchan amitabh bachchan amazon