અભિષેક સારો ઍક્ટર હોવા વિશે શું કહ્યું અમિતાભ બચ્ચને?

19 August, 2022 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કૌન બનેગા કરોડપતિ 14’માં નાગાલૅન્ડના ડીજીપી રૂપિન શર્માએ હાજરી આપી હતી

રોડ સેફ્ટી મિશન : અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન ગઈ કાલે યુુનિયન મિનિસ્ટર નીતિન ગડકરીને મળ્યા હતા. ગડકરીએ બિગ બી પાસે રોડ સેફ્ટીને લઈને લોકોને જાગરૂક કરવા માટે મદદ માગી હતી.

અમિતાભ બચ્ચનને હાલમાં જ એક સ્પર્ધકે કહ્યું કે તેમના કરતાં તેમનો દીકરો અભિષેક બચ્ચન સારો ઍક્ટર છે. ‘કૌન બનેગા કરોડપતિ 14’માં નાગાલૅન્ડના ડીજીપી રૂપિન શર્માએ હાજરી આપી હતી. તેમણે જ બિગ બીને તેમના કરતાં અભિષેક સારો ઍક્ટર છે એવું કહ્યું હતું. રૂપિન શર્માએ શોમાં હાજરી આપી એ પહેલાં તેમના માટે એક વિડિયો પ્લે કરવામાં આવ્યો હતો. એમાં તેમની તમામ સિદ્ધિઓ અને સારાં કામ દેખાડવામાં આવ્યાં હતાં. આ વિડિયો જોઈને રૂપિન શર્મા પણ ઇમોશનલ થઈ ગયા હતા. અભિષેકની છેલ્લે ‘દસવીં’ ફિલ્મ આવી હતી. આ​ વિશે વાત કરતાં રૂપિન શર્માએ બિગ બીને કહ્યું હતું કે ‘સર, હું આ સાથે તમને એક વાત કહેવા માગું છું. બની શકે કે એ તમને ખરાબ લાગે, પરંતુ મને લાગે છે કે તમારા માટે આ એક પ્રાઉડ મોમેન્ટ હોવી જોઈએ. મારું માનવું છે કે અભિષેક બચ્ચન તમારા કરતાં સારો ઍક્ટર છે.’

રૂપિન શર્માની આ વાત વિશે અમિતાભ બચ્ચને કહ્યુ કે ‘તમે એકદમ સાચું કહ્યું છે સર. આ માટે તમારો આભાર સર. અભિષેક સાંભળશે તો ખૂબ જ ખુશ થશે.’

entertainment news bollywood bollywood news amitabh bachchan abhishek bachchan