કૅટરિના અમારા માટે હંમેશાં એક ફૅમિલી જેવી રહેશે : આયુષ શર્મા

15 January, 2022 02:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅટરિના કૈફના રિલેશન સલમાનના પરિવાર સાથે ખૂબ સારા છે

આયુષ શર્મા

આયુષ શર્માએ જણાવ્યું છે કે કૅટરિના કૈફ સલમાન ખાનના પરિવારની નજીક હંમેશાં રહેશે. કૅટરિના અને વિકી કૌશલનાં લગ્ન ગયા મહિને રાજસ્થાનમાં થયાં છે. કૅટરિના કૈફના રિલેશન સલમાનના પરિવાર સાથે ખૂબ સારા છે. કૅટરિના વિશે જણાવતાં આયુષ શર્માએ કહ્યું કે ‘અમારા માટે કૅટરિના ખાસ ફ્રેન્ડ છે. અમે બધા તેને શુભેચ્છા આપીએ છીએ. પોતાનાં લગ્ન કઈ રીતે સેલિબ્રેટ કરવાં એ તેની મરજી છે. દરેક માટે એ ખૂબ અગત્યનું હોય છે. તેના માટે અને વિકી માટે એ ખૂબ મોટો દિવસ હતો. એકબીજા સાથે સમય કઈ રીતે પસાર કરવો એ તેમની ઇચ્છાની વાત છે. કૅટરિના હંમેશાં એક પરિવારની જેમ જ અમારી નજીક રહેશે. અમને એ વાતની ખુશી છે કે તે ખુશ છે. લોકો જ્યારે પોતાની ખુશી શોધી લે છે એ તમારા કુટુંબ, તમારા ફ્રેન્ડ્સ, તમારા કલીગ્સ માટે સૌથી સુંદર વસ્તુ છે. દરેકે પોતાનું સ્થાન અને ખુશી શોધી લેવી જોઈએ.’

entertainment news bollywood bollywood news bollywood gossips aayush sharma katrina kaif