એક્સ-વાઇફ કિરણની ફિલ્મને પ્રોડ્યુસ કરશે આમિર ખાન

16 January, 2022 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા દિવસ પહેલાં પોતાની નવી ફિલ્મનું શૂટિંગ તેણે પુણેમાં કર્યું હતું.

આમિર ખાન અને તેની એક્સ-વાઇફ કિરણ રાવ

આમિર ખાન તેની એક્સ-વાઇફ કિરણ રાવની ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો છે એવું જાણવા મળ્યું છે. કિરણ રાવે ‘ધોબીઘાટ’ દ્વારા પહેલી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. થોડા દિવસ પહેલાં પોતાની નવી ફિલ્મનું શૂટિંગ તેણે પુણેમાં કર્યું હતું. આમિર ખાન બે ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો છે; એક, કિરણ રાવની  અને બીજી, સુનીલ પાન્ડેની ફિલ્મ છે. આમિરને ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ પસંદ પડી હતી અને તરત જ તેણે પ્રોડ્યુસર તરીકે હા ભણી હતી. આ ફિલ્મને બિપ્લબ ગોસ્વામીએ લખી છે. ફિલ્મનું પહેલું શેડ્યુલ ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે. મહારાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં શૂટિંગ કરવામાં આવશે. કિરણની ઇચ્છા છે કે એપ્રિલ સુધી ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવશે. ફિલ્મમાં સ્પર્શ શ્રીવાસ્તવ, પ્રતિભા રન્તા અને નિતાંશી ગોયલ લીડ રોલમાં જોવા મળશે. આમિર ખાન અને કિરણ રાવના ભલે ડિવૉર્સ થઈ ગયા હોય, પરંતુ તેમની વચ્ચે પ્રોફેશનલ રિલેશન હજી પણ અકબંધ છે.

entertainment news bollywood bollywood news upcoming movie kiran rao aamir khan