કેકનો પહેલો ટુકડો દીકરા આઝાદ રાવ ખાનને અને બીજો દીકરી આઇરા ખાનને

16 March, 2026 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમિર ખાને બહુ સાદગીભરી રીતે ભૂતપૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ, પાર્ટનર ગૌરી સ્પ્રૅટ તેમ જ સંતાનો સાથે પોતાની ૬૧મી વર્ષગાંઠ ઊજવી

આમિર કેક કટ કરીને સૌપ્રથમ પોતાના પુત્ર આઝાદને અને પછી દીકરી આયરાને અને અંતમાં ગૌરી સ્પ્રૅટને ખવડાવતો જોવા મળે છે

આમિર ખાને શનિવારે પોતાના ઘરે ખૂબ સાદગીભર્યા અંદાજમાં પોતાની ૬૧મી વર્ષગાંઠ ઊજવી હતી. આ પ્રસંગે તેની બન્ને ભૂતપૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ, પાર્ટનર ગૌરી સ્પ્રૅટ તેમ જ સંતાનો જુનૈદ ખાન, આઇરા ખાન અને આઝાદ રાવ ખાને હાજરી  આપી હતી. એ સિવાય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ પત્ની સાથે પાર્ટીમાં સામેલ થયો હતો. આ ઉજવણીનો એક વિડિયો ઇરફાન પઠાણે પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે.

આ વિડિયોમાં આમિર કેક કાપતો જોવા મળે છે. આમિર કેક કટ કરીને સૌપ્રથમ પોતાના પુત્ર આઝાદને અને પછી દીકરી આયરાને અને અંતમાં ગૌરી સ્પ્રૅટને ખવડાવતો જોવા મળે છે.

ઇરફાન પઠાણે આ વિડિયો શૅર કરતી વખતે આમિરને જન્મદિનની શુભેચ્છા આપી હતી અને માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે કરવામાં આવેલા આઇરા ખાનના કાર્યની પ્રશંસા કરી હતી. તેણે લખ્યું કે આઇરા ખાન દ્વારા અગાત્સુ ફાઉન્ડેશન મારફત કરવામાં આવતું કાર્ય ખૂબ પ્રશંસનીય છે, જે માનસિક સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવવા અને સહાય પૂરી પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

aamir khan happy birthday gauri spratt reena dutta kiran rao ira khan entertainment news bollywood bollywood news