અમિતાભથી લઈને વિકી કૌશલ સુધી આ અભિનેતાઓએ પહેરી સેનાની વરદી,રચ્યો ઇતિહાસ

26 January, 2020 08:32 AM IST  |  Mumbai Desk

અમિતાભથી લઈને વિકી કૌશલ સુધી આ અભિનેતાઓએ પહેરી સેનાની વરદી,રચ્યો ઇતિહાસ

આ વાતમાં શંકાને સ્થાન જ નથી કે ફિલ્મો આપણાં જીવન પર ઊંડી છાપ છોડી જાય છે. જો આપણે સમાજ કે દેશમાં કોઇ પાવરફુલ સંદેશ પહોંચાડવા માગીએ છીએ તો તેનો આજે સૌથી સારો અને સરળ રસ્તો છે ફિલ્મ. તે દેશ પર આધારિત ફિલ્મો દર્શકોમાં દેશ ભક્તિનો જુનૂન પેદા કરે છે. હિન્દી સિનેમામાં દેશભક્તિ પર આધારિત ઘણી ફિલ્મો બની ચૂકી છે. તો કેટલાકે તો કમાણી મામલે ઇતિહાસ પણ ઘડ્યો છે. જણાવીએ કે કેટલાક અવસરે ઇન્ડિયન આર્મીના દુશ્મનોને એવો સબક શીખવ્યો જે હંમેશાં માટે ઇતિહાસમાં નોંધાઇ ગયો છે. બોલીવુડમાં પણ ભારતીય સેનાના પરાક્રમને દર્શાવતી અનેક ફિલ્મો બની ચૂકી છે. આ ફિલ્મોને દર્શકોએ વધાવી. તો બૉક્સ ઑફિસ પર પણ આ ફિલ્મોએ જબરજસ્ત કમાણી કરી. આજે એવી જ ફિલ્મોમાં જબરજસ્ત અભિનય કરી ચૂકેલા સુપરસ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે સેનાની વરદી પહેરી આખા ભારતનું મન જીતી લીધું. તો જાણીએ તે સ્ટાર્સ વિશે...

વિકી કૌશલઃ
આ લિસ્ટમાં પહેલું નામ છે સુપરસ્ટાર વિકી કૌશલનું. વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઉરી'એ એક અલગ જ ઇતિહાસ રચ્યો. આ ફિલ્મે કેટલાય વર્ષો પછી દર્શકોએ સિનેમાઘરમાં જવા માટે મજબૂર કરી દીધો. આ ફિલ્મ દેશમાં થયેલી રિયલ સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી છે. આ ફિલ્મમાં વિકી કૌશલે આર્મી ઑફિસરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર જબરજસ્ત કમાણી કરી છે. તો વિકી કૌશલને તેના પાવરફુલ અભિનય માટે રાષ્ટ્રીય પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યો છે.

સની દેઓલઃ
જ્યારે દેશ ભક્તિ પર આધારિત ફિલ્મોની વાત થઈ રહી હોય તો કોઇ સની દેઓલની ફિલ્મ 'બૉર્ડર'ને કેવી રીતે ભૂલી શકે છે. ભારત-પાક યુદ્ધ પર બનેલી ફિલ્મ બૉર્ડર લગભઘ વીસ વર્ષ પછી પણ લોકોના ધ્યાનમાં ક્યાંક જીવીત છે. આ ફિલ્મમાં સની દેઓલે મેજર કુલદીપ સિંહનું પાત્ર ભજવીને બધાંનું મન જીતી લીધું હતું.

હ્રિતિક રોશનઃ
આ લિસ્ટમાં બોલીવુડના સુપરસ્ટાર હ્રિતિક રોશન પણ સામેલ છે. તેણે ફરહાન અખ્તરની ફિલ્મ 'લક્ષ્ય'માં કૅપ્ટ કરણ શેરગિલના પાત્ર ભજવીને બધાંનું મન જીતી લીધું હતું.

અક્ષય કુમારઃ
બોલીવુડ ખેલાડી અક્ષય કુમારે ફિલ્મ 'ફૌજી'માં પહેલી વાર સેનાની વરદી પહેરી હતી. આ રોલમાં તેના ઘણાં વખાણ કર્યા હતા. તેના પછી તેણે ઘણી ફિલ્મોમાં સેનાની વરદી પહેરી.

શાહરુખ ખાનઃ
બોલીવુડ કિંગ ખાન એટલે કે શાહરુખ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેણે ટીવી સીરિયલ 'ફૌજી'થી પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. આ સીરિયલ સિવાય તેણે ફિલ્મ 'આર્મી', 'મૈં હૂં ના' અને 'જબ તક હૈ જાન'માં સેનાના ઑફિસરનું પાત્ર ભજવ્યું.

અમિતાભ બચ્ચનઃ
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ 'અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં', 'મેજર સાબ', 'લક્ષ્ય' જેવી ફિલ્મોમાં જબરજસ્ત સૈનિકની ભૂમિકા ભજવી. બિગ બી તે પાત્રમાં આજ સુધી યાગ કરવામાં આવે છે.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

અજય દેવગનઃ
એક્ટર અજય દેવગને પણ દેશભક્તિના જઝ્બા પર બનેલી કેટલીય ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મોમાં 'LOC કારગિલ', 'જમીન', 'ટૈંગો ચાર્લી' સાથે બીજી પણ કેટલીય ફિલ્મો સામેલ છે.

amitabh bachchan vicky kaushal Shah Rukh Khan ajay devgn sunny deol hrithik roshan akshay kumar bollywood indian army bollywood news