ઇન્ડસ્ટ્રીમાં કલાકારની વૅલ્યુને ઝડપથી આંકી લેવામાં આવે છે : પંકજ ​ત્રિપાઠી

22 June, 2022 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંકજ ​ત્રિપાઠીએ જણાવ્યું છે કે ઇન્ડસ્ટ્રીમાં કલાકારની વૅલ્યુને ઝડપથી આંકી લેવામાં આવે છે.

પંકજ ત્રિપાઠી

પંકજ ​િત્રપાઠીએ જણાવ્યું છે કે ઇન્ડસ્ટ્રીમાં કલાકારની વૅલ્યુને ઝડપથી આંકી લેવામાં આવે છે. આ જ વસ્તુને તે બદલવા માગે છે. પંકજ ​િત્રપાઠીએ ૨૦૦૪માં આવેલી ‘રન’ દ્વારા ઍક્ટિંગમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તે ૨૦૦૬માં આવેલી ‘ઓમકારા’માં પણ દેખાયો હતો. પછી તો અનેક ફિલ્મો અને શોમાં તે દેખાયો હતો. વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’માં તેણે ભજવેલું પાત્ર કાલીન ભૈયા લોકોમાં ખૂબ લોકપ્રિય છે. લોકોએ તેનો સ્વીકાર કર્યો છે એ વિશે પંકજ ​િત્રપાઠીએ કહ્યું કે ‘ઘણીબધી અડચણો, પડકારો, સ્પર્ધા અને અસલામતી હોવા છતાં પણ હું આજે મારા નિયમો મુજબ કામ કરી શકું છું અને લોકોએ મારો સ્વીકાર કર્યો છે. હું હવે આદર સાથે મોટા પ્રોડક્શન હાઉસની ફિલ્મોને એમ કહીને ના પાડી શકું છું કે એ મને એક્સાઇટ નથી કરી રહી. સાથે જ હું ઇન્ડસ્ટ્રીની એક બાબત છે એને બદલવા માગું છું કે આર્ટિસ્ટની વૅલ્યુને ઝડપથી નક્કી ન કરો. કોઈની વૅલ્યુ નક્કી ન કરો. દરેકને એકસમાન તકો આપો. જોકે બિઝનેસ હોય કે ઇન્ડસ્ટ્રી હોય, એ કહેવું અઘરું છે કે દરેકને સમાન તક મળે. એવામાં દરેકને એકસરખી તક મળે એ કઈ રીતે શક્ય છે? હા, અનેક વખત મારા જેવી ટૅલન્ટ્સને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતાં 
સમય લાગે છે. મારાથી પણ વધુ ટૅલન્ટેડ 
લોકો છે જે હજી સુધી તેમની મંઝિલ શોધી રહ્યા છે.’

bollywood news entertainment news pankaj tripathi